For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસઃ શહજાદ દોષી જાહેર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જુલાઇઃ ચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર મામલામાં ઇન્ડિયન મુજાહિદ્દીનના એકમાત્ર સંદિગ્ધ આતંકવાદી શહજાદ અહમદને દિલ્હીની સાકેત કોર્ટે દોષી જાહેર કર્યો છે. કોર્ટમાં શહજાદને પોલીસ નિરીક્ષક એમસી શર્માની હત્યાનો દોષી ગણવામાં આવ્યો છે. શહજાદ અહમદ પર આરોપ છે કે, તે પણ ફ્લેટમાં હાજર અન્ય હુમલાખોરોમાં સામેલ હતો, જેણે 19 સપ્ટેમ્બર 2008ના રોજ પોલીસ દળ પર ગોળીબાર થયો હતો.

અહમદના વકીલે દાવો કર્યોહતો કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના અધિકારીઓ અને ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ વચ્ચે કથિત ઘર્ષણ દરમિયાન અહમદ ફ્લેટમાં હાજર નહોતો.

saket-court-delhi
એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, 13 સપ્ટેમ્બર 2008ના રોજ કરોલ બાગ, કનોટ પ્લેસ, ગ્રેટર કૈલાસ અને ઇન્ડિયા ગેટ પર થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓનો હાથ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને 133 લોકોને ઇજા પહોંચી હતી. નોંધનીય છે કે, બાટલા હાઉસ ઘર્ષણમાં બે અન્ય આરોપી મોહમ્મદ આતિફ અમીન ઉર્ફે બશીર અને મોહમ્મદ સાજિદ ઠાર મરાયા હતા, જ્યારે ત્રીજા આરોપી મોહમ્મદ સૈફે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું હતું.

શહજાદ અહમદ અને જુનૈદ પોલીસ પર ગોળીબાર કર્યા બાદ ફ્લેટની બારીમાંથી કૂદીને ભાગી ગયા હતા. બાટલા હાઉસ એન્કાઉન્ટર ત્યારે વિવાદોમાં આવ્યો હતો, જ્યારે નેતા દિગ્વિજય સિંહે તેને નકલી ઘર્ષણ ગણાવ્યું હતું, પરંતુ ત્યારે તત્કાલિન ગૃહમંત્રી પી ચિંદમબરમે તેમની વાતને ખારીજ કરતા આ ઘર્ષણને સાચી ગણાવી હતી.

English summary
Shahzad Ahmad, a suspected Indian Mujahideen terrorist, has been convicted in 2008 Batla house encounter case by a Delhi court on Thursday
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X