For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરાબ હાર બાદ એક્શનમાં બીસીસીઆઈ, પુરી સિલેક્શન સમિતિને બરખાસ્ત કરાઈ!

ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડ સામે ખરાબ હાર બાદ હવે બીસીસીઆઈ એક્શનમાં જોવા મળી રહ્યું છે. હવે બીસીસીઆઈએ મોટી એક્શન લેતા પુરી સિલેક્શન કમિટીને બરખાસ્ત કરી દીધી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઓસ્ટ્રેલિયામાં ઈંગ્લેન્ડ સામે ખરાબ હાર બાદ હવે બીસીસીઆઈ એક્શનમાં જોવા મળી રહ્યું છે. હવે બીસીસીઆઈએ મોટી એક્શન લેતા પુરી સિલેક્શન કમિટીને બરખાસ્ત કરી દીધી છે.

BCCI

બીસીસીઆઈએ મોટી એક્શન લેતા શુક્રવારે ચેતન શર્માની આગેવાની હેઠળની સિનિયર પસંદગી સમિતિને હટાવી દીધી છે. ચેતન શર્મા ઉપરાંત પસંદગી સમિતિમાં પૂર્વ ક્રિકેટર સુનીલ જોશી, દેવાશિષ મોહંતી અને હરવિંદર સિંહનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ બોર્ડે રાષ્ટ્રીય પસંદગીકારોની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ પણ મંગાવી છે.

બીસીસીએ એક્શન સાથે સાથે આ જગ્યાઓ પર અરજીઓ મંગાવી છે. જેના માટે લાયક ઉમેદવારો અરજી કરી શકે છે.
ઉમેદવારો પાંચ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
ઉમેદવારોએ 7 ટેસ્ટ મેચ રમી હોવી જોઈએ અથવા
30 ફર્સ્ટ ક્લાસ મેચો અથવા
10 ODI અને 20 ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ મેચ રમી હોય.
ઉમેદવારને નિવૃત્ત થયાને ઓછામાં ઓછા 5 વર્ષથી વધુ સમય થયો છે.
આ સિવાય ઉમેદવાર કોઈ ચોક્કસ ક્રિકેટ સમિતિનો સભ્ય ન હોવો જોઈએ.
અરજદાર 28 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા સુધી પોતાની અરજી મોકલી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિના કાર્યકાળ દરમિયાન ભારત ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં નોકઆઉટ રાઉન્ડમાં પણ પહોંચી શક્યું ન હતું અને આ વર્ષે ભારત T20ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગયું હતું. આ શરમજનક હાર બાદથી ભારતીય ક્રિકેટમાં પરિવર્તનની માંગ ઉઠી રહી છે. પસંદગી સમિતિને હટાવીને બોર્ડે સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા નિર્ણયો જોવા મળી શકે છે.

English summary
BCCI dismissed the senior selection committee!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X