બીફ પે બબાલ : બીફ વિશે સવાલ પૂછતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો, BHUએ આપ્યો આવો જવાબ

ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં બીફ એટલે કે, ગૌમાંસ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.

Beef Pe Babal : ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં બીફ એટલે કે, ગૌમાંસ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જે કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને તેમણે હોબાળો મચાવ્યો હતો. આ સાથે BHU પ્રસાશન પર ગૌમાંસ વિશે ભણાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

bhu

આ પ્રશ્નો બાદ વિદ્યાર્થીઓ મચાવ્યો હોબાળો

બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) ના બીજા સેમેસ્ટરની પરીક્ષાના એક પેપરમાં બીફના વર્ગીકરણ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પરીક્ષાના પેપરમાં વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે, બીફ શું છે? બીફનું વર્ગીકરણ કરો? તેને બનાવવાની પદ્ધતિ શું છે?

VC પાસે કાર્યવાહીની માંગ કરી

રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) કેમ્પસમાં હોબાળો મચાવ્યો હતો. આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ BHUના વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારને પત્ર લખીને આ મામલે જવાબદાર પ્રોફેસર, કોર્સ કો-ઓર્ડિનેટર અને અન્ય સંબંધિત લોકોને તાત્કાલિક બરતરફ કરવાની માંગ કરી છે. આ સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનું જણાવવું છે કે, જો આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો તેઓને આંદોલન કરવાની ફરજ પડશે.

વિવાદ બાદ BHU પ્રશાસને કરી સ્પષ્ટતા

બીફ પરના વિવાદ બાદ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)એ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું હતું કે, બિનજરૂરી વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટી પ્રશાસને આ વિવાદ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વોકેશનલ કોર્સ હેઠળ કેટરિંગ ટેક્નોલોજી અને હોટેલ મેનેજમેન્ટના બે કોર્સ છે. આ મુજબ કથિત પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ રીતે બિનજરૂરી વિવાદ ઉભો કરવો અયોગ્ય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X