ચક્રવાતી વાયુ તોફાન વચ્ચે ગુજરાતમાં ભૂકંપ આવ્યો
ગુજરાતમાં ચક્રવાતી વાયુ તોફાન પહેલા ભૂકંપ આવી ગયો. તે બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને પાલનપુરમાં લોકોએ ધરતીમાં કંપન અનુભવ્યું.
ગુજરાતમાં ચક્રવાતી વાયુ તોફાન પહેલા ભૂકંપ આવી ગયો. તે બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને પાલનપુરમાં લોકોએ ધરતીમાં કંપન અનુભવ્યું. રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 2.3 માપવામાં આવી, જયારે હવામાન વિભાગ ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે વિનાશકારી ચક્રવાત છેલ્લા 6 કલાકમાં પૂર્વી મધ્ય અરબ સાગરથી ઝડપથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
આ પણ વાંચો: સાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન

ચક્રવાતી તોફાન 'વાયુ'એ હવે પોતાની ચાલ બદલી
ચક્રવાતી તોફાન 'વાયુ'એ હવે પોતાની ચાલ બદલી દીધી છે, તે હવે ગુજરાતના કિનારેથી નહિ ટકરાય પરંતુ તે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે. ભારતીય હવામાન વિભાગ અનુસાર વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ કહ્યુ કે વાયુની ચાલ અને દિશામાં પરિવર્તન થયુ છે. હવે આ તોફાન વેરાવળ, પોરબંદર, દ્વારકા પાસેથી પસાર થશે જેનાથી આ વિસ્તારોમાં ભારે આંધી અને વરસાદ થશે. જો કે આ તોફાનથી જાન માલની આશંકાને જોતા સરકારે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કર્યો છે.

મુંબઈની 400 ફ્લાઈટ પર અસર
વાયુ ચક્રવાતને કારણે મુંબઈની 400 ફ્લાઈટ પર અસર પડી છે. ખરાબ હવામાનને કારણે બુધવારે મુંબઈથી ટેકઓફ કરનારી 194 અને લેન્ડિંગ કરનારી 192 ફ્લાઈટ લેટ થઇ, જયારે 2 ફ્લાઈટનો રુટ ડાઇવર્ટ કરવામાં આવ્યો. આજે બપોરે વાયુ ચક્રવાત સૌરાષ્ટ તટ પાસેથી પસાર થશે આ દરમિયાન હવાની સ્પીડ 135-160 કિલોમીટર પ્રતિ કલાક હશે
|
મુંબઈમાં હાઈટાઈડ એલર્ટ
વાયુ ચક્રવાતના ખતરાને જોતા પ્રશાશને ફૂડ પેકેટ પણ તૈયાર કર્યા છે, જેથી તેને જરૂરિયાત ધરાવતા લોકો સુધી પહોંચાડી શકાય. વાયુ ચક્રવાતને કારણે મુંબઈમાં હાઈટાઈડ એલર્ટ છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં 3.8 મીટર ઉંચી લહેરો ઉઠી શકે છે.

હેલ્પલાઈન નંબર પણ જાહેર
આ દરમિયાન લોકોની મદદ કરવા માટે જિલ્લા પ્રશાસન અને એનડીઆરએફે હેલ્પ લાઈન નંબર પણ જાહેર કર્યા છે અને લોકોને પોતાને સાવચેત રહેવા માટે કહ્યુ છે. ગુજરાતની અસર મહારાષ્ટ્ર પર પણ છે. અહીં પણ સમુદ્રમાં લહેરો ઉઠી રહી છે જેના કરાણે રાજ્યની બધા બીચોને 24 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
