For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોનિકાની હત્યા કરતા પહેલા આરોપીએ તેની પર બળાત્કાર કર્યો હતો

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પરફ્યૂમ સ્પેશિયાલિસ્ટ મોનિકા ઘુરડેની હત્યાના મામલે રોજેરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. મોનિકાની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલ રાજકુમાર સિંહે કહ્યું કે તેણે મોનિકાની હત્યા કરતા પહેલા તેની સાથે બળાત્કાર કર્યો હતો. બળાત્કાર પહેલા તેણે મોનિકાને ત્રણ પૉર્ન ફિલ્મો પણ બતાવી હતી. મંગળવારે સાંજે રાજકુમાર સાથે જ્યારે ગોવા પોલિસે વાત કરી તો તેણે ગુનો કબુલ્યો હતો. ગોવાના ડીઆઇજી વિમલ ગુપ્તાએ જણાવ્યું કે આ હત્યાને યોજનાબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો, આ કોઇ અચાનક કરવામાં આવેલો અપરાધ નથી.

monica

પોલિસના જણાવ્યા અનુસાર રાજકુમાર એક સિક્યોરિટી સુપરવાઇઝર હતો, તેણે મોનિકાના ફ્લેટનો દરવાજો ખખડાવ્યો અને ચપ્પૂની અણીએ જબરદસ્તી અંદર ઘૂસી ગયો. ત્યારબાદ મોનિકાનુ મોઢુ બંધ કરીને તેને બાથરુમમાં લઇ ગયો. મોનિકા ડરીને બેભાન થઇ ગઇ. બેભાન અવસ્થામાં જ રાજકુમારે તેના હાથ-પગ બેડ પર બાંધી દીધા અને મોનિકા ભાનમાં આવ્યા બાદ તેની પાસે પૈસાની માંગણી કરી હતી. રાજકુમારે મોનિકાને પોતાના પર્સમાં રાખેલા 4000 રુપિયા લેવા માટે કહ્યું અને પોતાનુ એટીએમ કાર્ડ આપીને તેને પિન પણ બતાવ્યો. ત્યારબાદ રાજકુમારે મોનિકાનો ફોન પણ છીનવી લીધો અને તેને પૉર્ન ક્લિપ બતાવીને તેની સાથે બળાત્કાર કર્યો.

ડીઆઇજીએ જણાવ્યું કે આ હત્યા પાછળ બદલો, લૂંટ અને હવસ જેવા કારણો છે. 22 જુલાઇએ રાજકુમારને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, કારણકે કૉમ્પ્લેક્સ રહેતા ઘણા લોકોએ તેની ફરિયાદ કરી હતી. અહીંથી શરુ થઇ બદલાની ઇચ્છા. રાજકુમાર પહેલેથી જ મોનિકા તરફ આકર્ષાયેલો હતો, જેના કારણે તેણે મોનિકા સાથે બળાત્કાર કર્યો. પોલિસના જણાવ્યા અનુસાર કામ ન હોવાને કારણે તે ગોવાથી બહાર જતો રહ્યો હતો અને પછી ફરીથી 2 ઑક્ટોબરે પાછો આવ્યો હતો. 3 ઑક્ટોબરે તે કૉમ્પ્લેક્સમાં ઘૂસ્યો અને મોનિકા જે બિલ્ડિંગમાં રહેતી હતી તે બિલ્ડિંગના ધાબા પર ત્રણ દિવસ સુધી છૂપાયેલો રહ્યો. ત્યારબાદ 6 ઑક્ટોબરે સવારે સાડા ત્રણ વાગે તે કૉમ્પ્લેક્સમાંથી નીકળ્યો. તમને જણાવી દઇએ કે તે રાતે જ મોનિકાની લાશ ફ્લેટમાંથી મળી હતી.

English summary
before killing monica accused has done rape with her
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X