રાફેલ મામલે દાખલ પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટનો કાલે ફેસલો, જાણો આખો મામલો
રાફેલ મામલે દાખલ પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટનો કાલે ફેસલો, જાણો આખો મામલો
નવી દિલ્હીઃ દેશની રાજનીતિ માટે કાલનો એટલે કે ગુરવારનો દિવસ બહ મોટો છે. સુપ્રીમ કોર્ટ 14 નવેમ્બરે લડાકૂ વિમાન રાફેલ મામલે દાખલ પુનર્વિચાર અરજી પર સુનાવણી કરવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે હજુ હાલમાં જ ફ્રાંસે ભારત સરકારને રાફેલનું પહેલું કન્સાઈટમેન્ટ સોંપ્યું છે જેને લેવા ખુદ રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાંસ પહોંચ્યા હતા. પરંત રાફેલ સુપ્રીમ કોર્ટ કેવી રીતે પહોંચ્યું તેની પાછળ બહુ લાંબી વાર્તા છે. આવો જાણીએ રાફેલ મામલાની સમગ્ર કહાની..

વાયુસેનામાં લડાકૂ વિમાનની કમી
ભારતીય વાયુસેનાને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ લડાકૂ વિમાનોની જરૂરત હતી. પોતાની ક્ષમતા અને શક્તિ વધારવા માટે વાયુસેનાને ઓછામા ઓછા 42 લડાકૂ વિમાનની જરૂરત હતી. વાયુસેનાએ અગાઉ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સામે 126 લડાકૂ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ આ પ્રસ્તાવને વર્ષ 2007માં કોંગ્રેસની યૂપીએ સરકારથી મંજૂરી મળી હતી. અહીંથી જ બોલી લાગવાની પ્રક્રિયા શરૂ થઈ અને બાદમાં 126 વિમાન ખરીદવાનું આરએફપી રજૂ કરવામાં આવ્યું.

2011 સુધી ડીલ લટકતી રહી
આરએફપી જાહેર થયા બાદ ભારત સરકારે લડાકૂ વિમાનોમાંથી રાફેલને પસંદ કર્યું. ભારતીય વાયુસેનાએ કેટલાય વિમાનોની ટેક્નિકલ અને મૂલ્યાંકન પરિક્ષણ કર્યું હોવાના કારણે આ ડીલ 2011 સુધી લટકતી રહી. અંતમાં વર્ષ 2012માં રેફલને એલ-1 બિડર ઘોષિત કરી દેવામાં આવ્યું અને ફ્રાંસની લડાકૂ વિમાન નિર્માતા કંપની ડસોલ્ટ એવિએશન સાથે ભારત સરકારે ડીલ ફાઈનલ કરી. પરંતુ આરએફપી અનુપાલન અને લાગત સંબંધિત સમસ્યાઓ સામે આવ્યા બાદ 2014 સુધી ડસોલ્ટ સાથે વાતચીત પૂરી ન થઈ શકી.

મોદી સરકારે સમજૂતી કરી
યૂપીએ સરકારમાં સમજૂતી ન થઈ શક્યા બાદ ડીલ અટકી ગઈ અને વર્ષ 2014માં મોદી સરકાર આવ્યા બાદ આ દિશામાં ફરીથી કામ શરૂ થયું. વર્ષ 2015માં ભારત અને ફ્રાંસ વચ્ચે વિમાન ખરીદવાને લઈ સમજૂતી થઈ. જેમાં ભારત સરકારે ડસોલ્ટથી જલદીમાં જલદી 36 વિમાનોનું પહેલું કન્સાઈનમેન્ટ આપવાની વાત કહી

રાફેલની કિંમત પર બબાલ મચ્યો
લડાકૂ વિમાન રાફેલને લઈ અસલી બબાલ તેની કિંમતને લઈ શરૂ થઈ. એનડીએ સરકારે દાવો કર્યો કે દાવો કર્યો કે તેમણે રાફેલની સમજૂતી પાછલી યૂપીએ સરકારની સરખામણીએ ક્યાંય ઓછી કિંમતે કરી છે અને રકારના 12,600 કરોડ રૂપિયા બચાવ્યા. એનડીએ સરકારે કહ્યું કે આ સમજૂતી મેક ઈન ઈન્ડિયા પહેલ તરીકે કરવામાં આવી છે. જો કે વિમાનોના પહેલા કન્સાઈનમેન્ટમાં ડીલની લાગત પર સરકારે આખું વિવરણ સાર્વજનિક ન કર્યું જે બાદ વિપક્ષે હુમલાવર થયું.

વિપક્ષે આરોપો લગાવ્યા
વિરોધઓએ આરોપ લગાવ્યા કે મોદી સરકારે સમજૂતીને લઈ હડબડી દર્શાવી. કોંગ્રેસે કહ્યું કે યૂપીએ સરકારની સમજૂતીમાં ટ્રાન્સફર ઑફ ટેક્નોલોજીની વાત કહેવામાં આવી હતી અને 108 વિમાનોના ભારતમાં એસેમ્બલિંગની વાત નક્કી થઈ હતી. આ ડીલ કરવા માટે એનડીએ સરકારને આટલી હડબડી કેમ હતી. કોંગ્રેસ આરોપ લગાવ્યો કે ડીલમાં HALને 25000 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

રાહુલ ગાંધીએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એનડીએ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા કહ્યું કે રાફેલ ડીલમાં ચોરી થઈ છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ આ મામલે તપાસ કરાવવાની પણ માંગણી કરી હતી. કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચારમાં રાફેલ ડીલને લઈ પીએમ મોદી વિરુદ્ધ ચોકીદાર ચોર હૈનો નારો પણલગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટનો ફેસલો આવ્યા બાદ પણ તેઓ રાફેલ ડીલ મુદ્દે મોદીને ઘેરતા રહ્યા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
