For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી ભારતને કયા ફાયદા કયા નુકશાન

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિંટન વચ્ચે સીધી ટક્કર થઇ. ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી. તે 19 માં રિપબ્લિકન રાષ્ટ્રપતિ બન્યા...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિંટન વચ્ચે સીધી ટક્કર થઇ. ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી. તે 19 માં રિપબ્લિકન રાષ્ટ્રપતિ બન્યા.

trump

જો ભારતના સંદર્ભમાં જોઇએ તો અત્યાર સુધીના બધા રાષ્ટ્રપતિમાંથી રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલ રાષ્ટ્રપતિ ભારત માટે વધુ ફાયદાકારક રહ્યા છે. પરંતુ બિલ ક્લિંટન, જ્યોર્જ બુશ અને બરાક ઓબામા પછી ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ હોવા છતા ભારત-અમેરિકાના સંબંધો સારા રહ્યા. આવો જાણીએ કે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બનતા ભારત અને અમેરિકાના સંબંધોમાં શું ફેરફાર થશે.

ભારતને થશે આ નુકશાન

• ભારત સહિત દુનિયાભરના બજાર ઇચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ના જીતે. ટ્રમ્પ જીતવાથી ભારતીય બજાર પર ખરાબ પ્રભાવ પડવાની આશંકા છે.

• ટ્રમ્પની ઉતાવળે બનાવેલી વેપાર નીતિ અને અમેરિકા ફાર્સ્ટની નીતિ બધા વ્યાપારિક દેશોને નુકશાન પહોંચાડી શકે છે.

• ડોનાલ્ડ ટ્રમ્પે એચ1બી વિઝાને નકામા ગણાવ્યા છે અને તે એને ખતમ કરવા માંગે છે. તેની જીતથી ભારતીય આઇટી સ્ટોક અને આઇટી કંપનીઓને સૌથી પહેલા આનુ નુકશાન ભોગવવુ પડશે.

• ટ્રમ્પ ભારત પ્રત્યે બેવડુ વલણ ધરાવે છે. એક તરફ તો તે કહે છે કે ભારત બહુ સારુ કરી રહ્યુ છે તો બીજી તરફ તે અમેરિકામાં ભારતીયોના બદલે અમેરિકી લોકોને નોકરી આપવા માંગે છે. એવામાં અમેરિકામાં રહેતા ભારતીયોની મુશ્કેલી વધી શકે છે.

• ટ્રમ્પે અમેરિકામાં કોર્પોરેટ ટેક્સને 35 થી 15% સુધી ઘટાડવાની વાત કરી છે. એવામાં ફોર્ડ, જીએમ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ ફરીથી અમેરિકા તરફ ભાગવા મજબૂર થઇ જશે. આનાથી મોદીના મેક ઇન ઇંડિયાના સપનાને ખતરો ઉભો થશે.

ભારતને કયા ફાયદા થશે

• જો કે ટ્રમ્પે એ પણ કહ્યું છે કે ઘણા નિયમો છતાં તેમની ઇચ્છા છે કે ભારતીય એંટરપ્રેન્યોર અને સ્ટુડંટ અમેરિકાને પોતાનું યોગદાન આપે.

• ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના આખા કેમ્પેઇન દરમિયાન ચીનની ટીકા કરી છે. એ હિસાબે તે ચીનને સૌથી મોટો દુશ્મન માને છે. આનો ફાયદો ભારતને મળી શકે છે.

• ચીન પરના ટ્રેડ એગ્રીમેંટના નિયમોને રિવાઇઝ કરીને ભારે ટેરિફ થોપવામાં આવશે.

• પાકિસ્તાન અને તેમાં ફેલાયેલા આતંકવાદને જડથી ઉખાડવા પર જોર.

• ટ્રમ્પના આતંકવાદ સામેના કડક વલણથી ભારત અને અમેરિકાની સેનાઓ સંયુક્ત રીતે પ્લાનિંગ કરી શકે છે.

• આમ થવાથી ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષા વેપાર પણ વધી શકે છે.

English summary
Benefits and loss for india if donald trump wins over hillary clinton in us president elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X