પંજાબમાં AAP સરકારના કલ્યાણકારી નિર્ણયો, દરેક નાગરિક સુધી પહોંચશે સરકારી યોજનાઓનો લાભ
પંજાબમાં AAP સરકારના કલ્યાણકારી નિર્ણયો, દરેક નાગરિક સુધી પહોંચશે સરકારી યોજનાઓનો લાભ
દિલ્હી બાદ પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ નાગરિકોના હિતમાં કાર્યો થવા લાગ્યાં છે. અનેકવિધ યોજનાઓ થકી નાગરિકોના જીવનને સરળ બનાવવાની માન સરકારની કોશિશ રહી છે. જેના ભાગ સ્વરૂપે પંજાબમાં લોકોને દરેક સરકારી યોજનાઓનો લાભ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ભગવંત માન સરકારે પંજાબ લેબર કાર્ડ ઓનલાઈન રજિસ્ટ્રેશનની શરૂઆત કરી.

ઉલ્લેખનીય છે કે પંજાબ શ્રમ વિભાગ દ્વારા ઈ-લેબર પોર્ટલ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબમાં રહેતા મજૂર શ્રમિક જેઓ આર્થિક રૂપે નબળા છે તેઓ શ્રમિક કાર્ડ દ્વારા લાભ ઉઠાવી શકે છે. સરકાર દ્વારા શ્રમિકો માટે શગુન યોજના, અંત્યેષ્ટિ સહાયતા યોજના, શ્રમિકોના બાળકો માટે સાઈકલ પ્રદાન યોજના, વજીફા યોજના વગેરે યોજનાઓ કાઢવામાં આવી છે. આ બધી યોજનાઓનો લાભ લેવા માટે લેબર કાર્ડ બનાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી કરીને આસાનીથી સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકે.
લેબર કાર્ડ બનાવવાનો ઉદ્દેશ્ય પંજાબમાં રહેતા શ્રમિકો અને મજૂરોને યોજનાઓનો લાભ અપાવવા માટે ઈ લેબર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી શ્રમિક પોતાનું લેબર કાર્ડ બનાવી શકે અને તેના માધ્યમથી રાજ્યના ગરીબ અને કમજોર વર્ગના નાગરિકો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ યોજનાઓનો ફાયદો ઉઠાવી શકે છે. જેનાથી તેમના વ્યવસાય અને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે.
નોંધનીય છે કે લેબર કાર્ડને પાંચ વર્ષ માટે રજીસ્ટર્ડ કરાવી શકો છો. કાર્ડના માધ્યમથી કોઈપણ યોજનાઓનો તથા સ્વાસ્થ્ય સંબંધિત લાભ લઈ શકાય છે. તેનાથી પ્રાપ્ત રાશિ સીધી શ્રમિકના બેંક અકાઉન્ટમાં આવે છે. ઈ પોર્ટલના માધ્યમથી સરળતાથી શ્રમિક કાર્ડ બનાવવા માટે અરજી કરી શકો છો.
જણાવી દઈએ કે પંજાબ શ્રમ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ઈ-લેબર કાર્ડનો લાભ લેવા માટે તમે પંજાબ રાજ્યના નિવાસી હોવા જોઈએ. સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તમારે લેબર કાર્ડ બનાવવું પડશે. ત્યારે જ તમે સરકારી યોજનાઓનો લાભ ઉઠાવી શકશો. લેબર કાર્ડ બનાવવા માટે પોર્ટલ પર જઈ તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ ઉપરાંત લેબર કાર્ડ બનાવવા માટે અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો હોવાં જોઈએ.
ખાસ કરીને પંજાબમાં રહેતા મજુર- શ્રમિકો માટે પંજાબ સરકારે લેબર કાર્ડ બનાવવાની શરૂઆત કરી દીધી છે જેની મદદથી શ્રમિકો સરકાર દ્વારા કાઢવામાં આવેલી બધી જ યોજનાઓનો લાભ ઉઠાવી શકે.
ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે રજિસ્ટ્રેશનમાં કોઈને સમસ્યા ના સર્જાય તે માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જો પંજાબનો કોઈપણ નાગરિકને લેબર કાર્ડ બનાવવા સંબંધિત સમસ્યા જણાય તો તે આ હેલ્પલાઈન નંબરમાં ફોન કરી સહાયતા મેળવી શકે છે. 91-172-2211719 હેલ્પલાઈન નંબર છે.
પંજાબ સરકારની આ યોજનાથી પંજાબના લાખો શ્રમિકોને સીધો લાભ પહોંચશે અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ સરકારી યોજનાઓનો સીધો લાભ ઉઠાવી શકશે.












Click it and Unblock the Notifications
