બંગાળી અભિનેત્રી પાયલ ચક્રવર્તી હોટલ રૂમમાં મૃત મળી આવી

બંગાળી ફિલ્મોની અભિનેત્રી પાયલ ચક્રવર્તી સિલીગુડીના એક હોટલ રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી છે.

બંગાળી ફિલ્મોની અભિનેત્રી પાયલ ચક્રવર્તી સિલીગુડીના એક હોટલ રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી છે. બુધવારે સાંજે હોટલ રૂમથી તેની લાશ મળી આવી. લાશ મળ્યા પછી પોલીસે પોતાની જાંચ શરુ કરી દીધી છે. 36 વર્ષની પાયલ ચક્રવર્તી બંગાળી ફિલ્મોની અભિનેત્રી છે.

Payel Chakraborty

પાયલ ચક્રવર્તી મંગળવારે હોટલમાં આવી હતી. બુધવારે મોડે સુધી તેના રૂમનો દરવાજો બંધ રહ્યો. સાફ સફાઈ માટે દરવાજો ખટખટાવ્યા પછી પણ તેમને ખોલ્યો નહીં. કંઈક અજીબ લગતા હોટેલ કર્મચારીઓએ પોલીસને જાણકારી આપી. પોલીસ જગ્યા પર પહોંચી અને પાયલના રૂમનો દરવાજો તોડીને અંદર દાખલ થયી. ત્યારે અભિનેત્રીની લાશ પંખા પર લટકતી હતી. પોલીસે અભિનેત્રીની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અને આખા મામલે તપાસ ચાલુ કરી.

પાયલ ચક્રવર્તી કોલકાતામાં રહેતી હતી. પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ છે કે આખરે અભિનેત્રી અહીં આવીને કેમ રોકાઈ અને તેને આત્મહત્યા કેમ કરી. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. ત્યાં જ હોટેલ કર્મચારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અભિનેત્રીએ બુધવારે સિક્કિમ જવાની વાત કહી હતી. તેવી સ્થિતિમાં પોલીસ આ મામલે પણ તપાસ કરી રહી છે કે આ મામલાનું સિક્કિમ સાથે શુ કનેક્શન હોય શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X