Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઑટો ડ્રાઈવરને કોણે આપ્યા હતા કરોડોનું વિલા ખરીદવાના પૈસા, ફોરેન કનેક્શન મળ્યુ

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બે વર્ષ પહેલા સુધી ઑટો ચલાવનાર એક વ્યક્તિએ હાલમાં 1.6 કરોડ રૂપિયાનો આલીશાન વિલા ખરીદ્યો છે.

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બે વર્ષ પહેલા સુધી ઑટો ચલાવનાર એક વ્યક્તિએ હાલમાં 1.6 કરોડ રૂપિયાનો આલીશાન વિલા ખરીદ્યો છે. આ વ્યક્તિએ વિલા કેશ આપીને ખરીદ્યુ છે. વિલાની આ ખરીદી વિશે માલુમ પડતા જ ઑટો ડ્રાઈવર ઈનકમ ટેક્સ વિભાગના રડાર પર આવી ગયો છે. ઑટો ડ્રાઈવરની ઓળખ નલ્લૂરલ્લી સુબ્રામણિ તરીકે થઈ છે. તેણે બેંગલુરુના વ્હાઈટફીલ્ડમાં ટ્રીપલેક્સ વિલા ખરીદ્યુ છે. ગઈ 16 એપ્રિલે જેટી દવારાકામયી કમ્યુનિટી સ્થિત આ ઘરમાં આવકવેરા વિભાગે રેડ પાડી હતી. રેડમાં કરોડોની કિંમતની જ્વેલરી અને પ્રોપર્ટીના કાગળો મળી આવ્યા છે.

1.6 કરોડનું કેશ પેમેન્ટ કરીને વિલા ખરીદ્યુ

1.6 કરોડનું કેશ પેમેન્ટ કરીને વિલા ખરીદ્યુ

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ઑટો રિક્ષાચાલક નલુરલ્લી સુબ્રમણિ પાસે 1.6 કરોડનું શાનદાર વિલા છે. બે વર્ષ પહેલા સુધી નલુરલ્લી સુબ્રમણિ ઑટો ચલાવતો હતો પરંતુ અચાનકથી એક દિવસ તે કરોડપતિ બની ગયો. તેણે 1.6 કરોડ કેશ પેમેન્ટ કરીને વિલા ખરીદ્યો છે. આ વિલા ખરીદતા જ નલુરલ્લી સુબ્રમણિ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં તેમનુ વિદેશી કનેક્શન સામે આવ્યુ છે. તેમની આ સંપત્તિ પાછળ 72 વર્ષની એક અમેરિકમ મહિલાનું યોગદાન છે.

10-10 લાખ રૂપિયાના 16 ચેક દ્વારા ચૂકવણી કરી

10-10 લાખ રૂપિયાના 16 ચેક દ્વારા ચૂકવણી કરી

સુબ્રમણિએ દાવો કર્યો છે કે અમેરિકી મહિલાએ આપેલુ દાન જ તેની સંપત્તિનો સોર્સ છે. મીડિયા રિપોર્ટ અનુસાર જેટી દવારાકામયી કમ્યુનિટીના અધિકારીએ આવકવેરા વિભાગને જણાવ્યુ કે સુબ્રામણિ 2013માં એક અમેરિકી મહિલા સાથે પોતાની ઑટોમાં આવ્યો અને વિલાને ભાડે લેવાની વાત કરી. તેણે 30 હજાર રૂપિયા માસિકના ભાડા પર વિલા આપી દીધુ. 2015માં ઑટો ડ્રાઈવરે વિલા ખરીદવામાં રસ બતાવ્યો અને 1.6 કરોડ રૂપિયાની રકમના 10-10 લાખ રૂપિયાના 16 ચેક દ્વારા ચૂકવણી કરી.

અમેરિકી મહિલાએ દાનમાં આપ્યા પૈસા

અમેરિકી મહિલાએ દાનમાં આપ્યા પૈસા

સમાચારો મુજબ ઑટો ડ્રાઈવરની બેંગલુરુમાં 72 વર્ષીય અમેરિકી મહિલા લારા એવિસન સાથે મુલાકાત થઈ હતી. ઑટોમાં શહેર ફેરવતી વખતે લારાને પોતાની આર્થિક તંગી વિશે જણાવ્યુ હતુ. ત્યારબાદ ઑટો ડ્રાઈવરની મુશ્કેલી જાણ્યા બાદ અમેરિકી મહિલાએ તેના બાળકોના અભ્યાસની જવાબદારી લેવાની રજૂઆત કરી. થોડા સમય બાદ બંનેની સારી ઓળખાણ થઈ ગઈ. ત્યારબાદ મહિલાની તેના ઘરે અવરજવર ચાલુ થઈ ગઈ. બાદમાં આ અમેરિકી મહિલાએ જ સુબ્રામણિને વિલા ખરીદવાના પૈસા પણ આપ્યા.

સુબ્રામણિ ઘણીવાર પાર્ટીનું આયોજન કરતો રહે છે

સુબ્રામણિ ઘણીવાર પાર્ટીનું આયોજન કરતો રહે છે

અમેરિકી મહિલા પાસેથી મળેલા પૈસા બાદ ઑટો ડ્રાઈવરે કર્ણાટકના મહાદેવપુરાના જટ્ટી દવારકામઈમાં 15 રૂમવાળો એક વિલા ખરીદી લીધો. સુબ્રામણિએ આવકવેરા વિભાગને જણાવ્યુ કે આ સંપત્તિ તેને અમેરિકન મહિલાએ આપેલી દેન છે જે અહીંની જી ઈ કંપનીમાં કામ કરતી અને મારી જ ઑટોમાં મુસાફરી કરતી હતી. સુબ્રામણિને એક દીકરી અને એક દીકરો છે જે વ્હાઈટફીલ્ડની એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. પડોશીઓનું કહેવુ છે કે સુબ્રામણિ ઘણીવાર પાર્ટીનું આયોજન કરતો રહે છે અને ઘણા લોકલ નેતા પણ ઘરે આવતા જતા રહે છે. તેના ઘણા નેતાઓ સાથે સારા સંબંધ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X