અફઝલને ફાંસી ના આપવી જોઇએ: બેની પ્રસાદ

beni prasad
નવી દિલ્હી, 13 ડિસેમ્બર: કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માએ ફરી એક વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરી દીધી છે. તેમણે જણાવ્યું કે સંસદ પર થયેલા હુમલાના ગુનેગારને ફાંસી નહી, પરંતુ આજીવન કેદ થવી જોઇએ. તેમણે સંસદ હુમલાની 11મી વરસી પર આ નિવેદન આપ્યું હતું.

તેમણે જણાવ્યું કે અફજલ ગુરૂને ફાંસી આપવાની જરૂરત નથી, પરંતુ તેને આજીવન કેદની સજા ફટકારવી જોઇએ. બેની પ્રસાદે એ પણ જણાવ્યું કે બીજેપી સાંપ્રદાયિકતાની રાજનીતિ કરી રહ્યું છે.

શિવસેનાએ તેમના આ નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે જો અફજલને ફાંસી ના આપીએ તો શું બેની પ્રસાદને ફાંસીએ લટકાવી લઇએ. સંજય રાઉતે જણાવ્યુ કે કોંગ્રેસની નજર લઘુમતિ વોટબેંક પર છે માટે કોંગ્રેસના નેતા આવું નિવેદન કરી રહ્યા છે.

બીજેપી નેતા સુષમા સ્વરાજે જણાવ્યું કે કસાબની જેમ અફઝલ ગુરુને પણ તેના અંજામ સુધી પહોંચાડવામાં આવે, ત્યારે જ સંસદ હુમલાના શહીદોને સાચી શ્રદ્ધાંજલિ મળશે. બીજી તરફ એનસીપી નેતા અને કેન્દ્રીય મંત્રી તારિક અનવરે બેની પ્રસાદ વર્માના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બેની પ્રસાદનું વ્યક્તિગત મંતવ્ય હોઇ શકે છે પરંતુ તેમનું નિવેદન સરકારની માન્યતા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X