જાણો પરિણામ પહેલા સટ્ટા બજારમાં કોનું પલડું ભારે? 25000 કરોડનો લાગ્યો દાવ
જાણો પરિણામ પહેલા સટ્ટા બજારમાં કોનું પલડું ભારે? 25000 કરોડનો લાગ્યો દાવ
નવી દિલ્હીઃ આખરી તબક્કાની ચૂંટણીમાં હજુ 2 દિવસ બાકી છે, પરંતુ દેશભરના સટ્ટા બજાર 23મી મેના રોજ આવનાર ચૂંટણી પરિણામના અનુમાન લગાવવામાં વ્યસ્ત છે. અમે તમારી સમક્ષ સુરત, મુંબઈ, કોલકાતા, રતલામ, નીમચથી લઈને આવ્યા છીએ રાજસ્થાનના ફલૌદી સટ્ટા બજારના અનુમાનોનું સટીક વિશ્લેષણ. એક અનુમાન મુજબ અત્યાર સુધી દેશભરના સટ્ટાબજારોમાં ચૂંટણી પરિણામોને લઈ 25 હજાર કરોડ રૂપિયાથી પણ વધુનો દાવ રમાઈ ચૂક્યો છે અને વોટોની ગણતરી થરૂ થવા સુધી આમાં વધારો થવાની સંભાવના છે. મતદાતાએ ઈવીએમમાં જે બટન દબાવ્યું છે તેનાથી જ અસલી રિઝલ્ટ નક્કી થશે એ વાત નક્કી છે. પરંતુ છતાં સટ્ટા બજારોમાં એક-એક પાર્ટીઓ અને ગઠબંધનને લઈ ઉમેદવારોની જીત-હારનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનના ફલૌદીનું સટ્ટા બજાર
સટ્ટા બજારોમાં રાજસ્થાનના ફલૌદીના સટ્ટા બજારનું ખુદનું એક નામ છે. અહીંના સટ્ટા બજારને રાજકીય દાવપેચમાં સૌથી સટીક આંકલન કરનાર માનવામાં આવે છે. આ બજાર હાલ મોદી અને ભાજપને આગળ ગણાવી રહ્યું છે. અહીં રાજસ્થઆનથી મધ્ય પ્રદેશ સુધી ભાજપ આગળ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ, સટ્ટાબાજોને આ વિશ્વાસ નથી થઈ રહ્યો કે એનડીએ અથવા યૂપીએમાંથી કોઈને પણ પૂર્ણ બહુમત મળશે. સટોળિયાઓનું અનુમાન છે કે મહાગઠબંધન ભારે સંખ્યામાં સીટ જીતી શકે છે, માટે ચૂંટણી બાદ મોટા પાયે હોર્સ ટ્રેડિંગની આશંકા જતાવવામાં આવી રહી છે.

યૂપીએ-એનડીએનો ભાવ
સટ્ટા બજાર પર આધારિત વધુ એક રિપોર્ટ મુજબ ભાજપની આગેવાની વાળા એનડીએ કોઈ રીતે જોડ-તોડ કરી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી શકે છે. માટે સટોડિયા એનડીએના પક્ષમાં 11 રૂપિયા ભાવ અને યૂપીએના પક્ષમાં ત્રણ ગણા 33 રૂપિયા ભાવ લગાવી રહ્યા છે. સટ્ટા બજારના અનુમાનો મુજબ એનડીએને 186થી 220 સુધીની સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસની આગેવાનીવાળા યૂપીએ 160થી 185 સુધીની સીટ મેળવી શકે છે. મોટી વાત એ છે કે ચૂંટણીના એલાન થતા પહેલા સટ્ટાબાજોએ ભાજપને 250 સીટ મળતી હોવાની સંભાવના જતાવી હતી.

રતલામનું સટ્ટા બજાર
મધ્ય પ્રદેશમાં પણ ચૂંટણી પરિણામોને લઈ હવામાનની સાથોસાથ સટ્ટા બજારમાં પણ ભારે ગરમી મહેસૂસ થઈ રહી છે. રતલામના સટોળિયાઓ ભાજપને 275થી 280 સીટ આપી રહ્યા છે, જ્યારે કોંગ્રેસને 200 ીટ મળતી હોવાનું અનુમાન જતાવી રહ્યા છે.

સટોડિયાઓએ આમની જીતનું અનુમાન લગાવ્યું
મુંબઈથી જોડાયેલ કેટલાક સટ્ટા બજારે યૂપીની કેટલીક સીટ પર દિગ્ગજ ઉમેદવારોની હાર અને જીત પર પણ દાવ લગાવ્યો છે. દિલચસ્પ વાત છે કે આ ટોળિયાઓ યૂપીની રામપુર સીટ પર ભાજપના જયપ્રદાની જીત પાકી માની રહ્યા છે. તેમના ઉપરાંત વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીની જીત નક્કી છે, તો રાયબરેલીમાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પણ જીતનો દાવ લગાવ્યો છે. અહીં જીતના દાવેદારો પર 2 રૂપિયાનો ભાવ છે, જ્યારે જેમના જીતવાના ચાન્સ ઓછા છે તેમનો ભાવ 4-6 રૂપિયા સુધીનો છે. ખાસ વાત એ છે કે યૂપીના ઉમેદવારો પર જ સૌથી વધુ જીત અથવા હારનો સટ્ટો લગાવવામાં આવ્યો છે.

સુરત, મુંબઈ, કોલકાતા અને દિલ્હીના સટ્ટા બજારના હાલ
સટોળિયાઓ સુરત, મુંબઈ, કોલકાતાથી લઈ દિલ્હી સુધી ભાવના ખેલમાં લાગેલ છે. પરંતુ આ તમામ જગ્યાએ સટોડિયાઓનું સામાન્ય રીતે અનુમાન છે કે મહાગઠબંધનને એટલી નિર્ણાયક સીટ મળી શકે છે કે તે બંને પ્રમુખ વિપક્ષી પાર્ટીઓ પર પણ ભારે પડી શકે છે. દિલ્હી અને આજુબાજુના સટ્ટા બજાર હાલના અનુમાનો મુજબ ત્રીજા ફ્રંટ અને મહાગઠબંધનને 225થી 250 સીટ મળતી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. સૌથી ચોંકાવનાર વાત છે કે સટોળિયાઓ આ વખતે ગુજરાતમાં ભાજપને ભારે ઝાટકો લાગતો હોવાની સંભાવના જતાવી રહ્યા છે. સુરતના સટોળિયાઓનું પણ આવું જ અનુમાન છે.

સટ્ટા બજારના ટ્રેંડમાં પણ ઉતાર-ચઢાવ
મધ્ય પ્રદેશના નીમચના સટ્ટા બજારે કેટલાક સમય પહેલા ભાજપને 247થી 250 સીટ મળવાનું અનુમાન લગાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના ખાતામાં 77થી 79 સીટ આપી રહ્યા હતા. જ્યારે રાજસ્થાનના ફલૌદી સટ્ટા બજાર ભાજપને 240થી 245 સીટ અને એનડીેને 320થી 325 સીટનું અનુમાન જતાવી રહ્યા હતા. આ બજાર રાજસ્થાનમાં ભાજપને 21થી 22 સીટ અને કોંગ્રેસને માત્ર 3થી 4 સીટ મળવાની વાત કહી રહ્યા હતા. પરંતુ હાલ આ ટ્રેંડ બદલાતો જણાઈ રહ્યો છે. જાણકારોના મંતવ્ય મુજબ અંતિમ મયે ચૂંટણીથી લઈ પરિણામની ઠીક પહેલા સુધી તેમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળે તેવી શક્યતાઓ છે.
નોંધઃ આ દેશભરના વિવિધ સટ્ટા બજારોમાં લગાવવામાં આવી રહેલ અનુમાનોનું વર્ણન માત્ર છે, વન ઈન્ડિયા ગુજરાતી આની વિશ્વસનીયતાની પુષ્ટિ નથી કરતું.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
