For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેતજો : UGCએ ભારતમાં 21 નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 મે : નવું શૈક્ષણિક સત્ર વર્ષ 2014-15ની શરૂઆત થઇ ગઇ છે. વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા માટે વિવિધ યુનિવર્સિટી ઓમાં પ્રવેશ માટે અરજી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ ના થાય તે માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ભારતમાં નકલી યુનિવર્સિટીઓની એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 21 યુનિવર્સિટીઓ છે.

રાજકારણની દુનિયામાં મહત્વનું સ્થાન રાખનારા રાજ્ય ઉત્તર પ્રદેશમાં નકલી યુનિવર્સિટીઓની સંખ્યા પણ સૌથી વધારે છે. આ અંગે યુજીસીના એક અધિકારીએ જણાવ્યું કે અમે નકલી યુનિવર્સિટીએની વિરુદ્ધ ત્યાં સુધી કોઇ એક્શન લઇ શકીએ નહીં જ્યાં સુધી તેમની વિરુદ્ધ કોઇ ફરિયાદ નોંધાય નહીં. ચિંતાજનક બાબત એ છે કે દર વર્ષે આવી નકલી યુનિવર્સિટીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

modiindelhi

રાજ્યવાર નકલી યુનિવર્સિટીઓની યાદી :
મહારાષ્ટ્ર - રાજા અરેબિક યુનિવર્સિટી, નાગપુર
બિહાર - મૈથિલી યુનિવર્સિટી, દરભંગા
દિલ્હી - કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, યુનાઇટેડ નેશન યુનિવર્સિટી, વોકેશનલ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ
કર્ણાટક - બદાગાનવી સરકાર વર્લ્ડ ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન, ગાકક, બેલગામ
કેરલ - સેન્ટ જ્હોન યુનિવર્સિટી
મધ્યપ્રદેશ - કેસરવાની વિદ્યાપીઠ, જબલપુર
તમિલનાડુ - ડીડીબી સંસ્કૃત યુનિવર્સિટી, પુદૂર, તિરુચિ
પશ્ચિમ બંગાળ - ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસીન, કોલકત્તા
ઉત્તર પ્રદેશ - વારાનસેયા સંસ્કૃત યુનિવર્સિટી, મહિલા ગ્રામ વિદ્યાપીઠ, ગાંધી હિન્દી વિદ્યાપીઠ, નેશનલ યુનિવર્સિટી ઓફ ઇલેક્ટ્રો કોપલેક્સ હોમિયોથેરાપી, નેતાજી સુભાષચંદ્ર બોઝ યુનિવર્સિટી, મહારાણા પ્રતાપ શિક્ષા નિકેતન યુનિવર્સિટી

English summary
UGC releases list of 21 fake university in India. Uttar Pradesh tops the list with 10 fake varsities while Maharashtra has just one Raja Arabic University, which is based in Nagpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X