Bhagat Singh Jayanti : ખટકર કલાન પહોંચ્યા CM ભગવંત માન, કરી મોટી જાહેરાત

Bhagat Singh Jayanti : શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહની જન્મજયંતિ પર, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખટકર કલાન પહોંચ્યા હતા. તેમણે ભગત સિંહને યાદ કર્યા હતા. આ દરમિયાન જનસભાને સંબોધિત કરતી વખતે, મુખ્યમંત્રી માને ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, જ્યારે શહીદ-એ-આઝમ ભગત સિંહ દેશની આઝાદી માટે લડી રહ્યા હતા, ત્યારે ઘણા લોકો તેમની મજાક ઉડાવતા હતા. આજે એ લોકોને કોઈ ઓળખતું નથી, પરંતુ શહીદ ભગતસિંહના નામ પર મેળાઓનું આયોજન કરવામાં આવે છે.

Bhagwant Mann

જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે, ગોરાઓએ (બ્રિટિશ) ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે, માત્ર 20 વર્ષનો યોદ્ધા તેમના મૂળિયા હચમચાવી દેશે. આપણે આપણા પૂર્વજોના બલિદાનને યાદ રાખવું જોઈએ. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ હું નવી કાર ખરીદતો ત્યારે શહીદ-એ-આઝમ ભગત સિંહના ઘરની સામે ઉભા રહીને માથું નમાવતો હતો.

જો તેઓએ આપણને આઝાદ ન કરાવ્યા હોત, તો આ વાહનો અને ઝૂંપડા ક્યાંથી આવ્યા હોત? આ દરમિયાન સીએમ માને જણાવ્યું હતું કે, આજે આપણને જે પણ મળી રહ્યું છે, તે તેમનું યોગદાન છે. મને ખૂબ દુઃખ થાય છે, જ્યારે ઘણા લોકો કહે છે કે, અમે શહીદ ભગત સિંહને શહીદ નથી માનતા. તેમને (ભગત સિંહ)ને આવા લોકો પાસેથી એનઓસી લેવાની જરૂર નથી.

મુખ્યમંત્રી માને કહ્યું કે, અમે ખટકર કલાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજ્યો હતો. હું આજે કોઈની નિંદા નહીં કરું, તમે બધા જાણો છો કે, અગાઉના લોકોએ શું કર્યું છે. આખી વ્યવસ્થા અને અધિકારીઓ એ જ છે, પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં આપણે બધું જ બદલી નાખ્યું છે, યુવાનોને સરકારી નોકરીઓ, શૂન્ય વીજ બિલ, ઉત્તમ શાળાઓ અને આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલો આપવામાં આવી રહી છે.

અમે શાળાના અભ્યાસક્રમમાં અમારા ગુરુ સાથીઓનો ઈતિહાસ લાવીશું અને બાળકોને શીખવીશું. બાબા નાનક દ્વારા 20 રૂપિયાથી શરૂ કરવામાં આવેલા લંગર હજુ પણ ચાલી રહ્યું છે, આનાથી મોટી કોઈ FD હોઈ શકે નહીં. આ દરમિયાન બોલતા મુખ્યમંત્રી ભગવંત માને શહીદ ભગતસિંહના માતૃ ગામ મોરાનવાલીમાં ભગતસિંહનું સ્મારક, સંગ્રહાલય અને પુસ્તકાલય બનાવવાની જાહેરાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X