Haryana assembly election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભગવંત માનની એન્ટ્રી, કરી મોટી જાહેરાત

Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ત્રીપાંખિયો જંગો જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પણ મેદાનમાં છે.

આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પોતાના ઉમેદવારોને જીત અપાવવા રાજકીય પક્ષ પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર કરવા મેદાનમાં ઉતાર્યા છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ હરિયાણામાં સતત રોડ શો અને સભાઓ ગજવી રહ્યા છે. આ વચ્ચે હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચી ગયા છે.

હરિયાણાની રેવાડી વિધાનસભાથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સતીશ યાદવના સમર્થનમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

આ રોડ શોમાં જનમેદનીને સંબોધતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હરિયાણાના ભવિષ્યને આકાર આપવાની વાત રજૂ કરી હતી.

અરવિંદ કેજરીવાલનો ઉલ્લેખ કરતા ભગવંત માને જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલજી સામાન્ય લોકોને ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રી બનાવે છે. આજે હું રેવાડીના બાળકોના ભવિષ્ય માટે મત માંગવા આવ્યો છું.

Haryana assembly election 2024

સરકારી શાળાઓ અને હોસ્પિટલો વિશે વાત કરતા ભગવંત માને જણાવ્યું હતું કે, તમે તમામ પક્ષોને તક આપીને પ્રયાસ કર્યો હતો. આ વખતે અમને એક તક આપો, અમે હરિયાણાની સરકારી શાળાઓ અને હોસ્પિટલોને વિશ્વકક્ષાની સુવિધાસભર બનાવીશું.

હરિયાણાના યુવાનોનો ઉલ્લેખ કરતા ભગવંત માને જણાવ્યું હતું કે, બેરોજગારીને કારણે હરિયાણાના યુવાનોના ચહેરા પર ઉદાસી છે. કેન્દ્રનો અહેવાલ છે કે, હરિયાણામાં બેરોજગારીનો દર દેશ કરતા 5 ગણો વધારે છે.

અગ્નિવીર યોજના અંગે વાત કરતા ભગવંત માને જણાવ્યું હતું કે, 18 વર્ષની ઉંમરે સેનામાં જોડાનારો યુવક થોડા વર્ષો પછી નિવૃત્ત થશે, જ્યારે તેના પિતા 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થશે. અગ્નિવીર યોજના ખતમ કરવી પડશે.

ભગવંત માને પંજાબ સરકાર દ્વારા આપવામાં આવેલી નોકરીઓ વિશે પણ વાત કરતા જણાવ્યું હતું કે, પંજાબમાં માત્ર અઢી વર્ષમાં 45,000 યુવાનોને નોકરી આપીને હું તમારી સામે ઉભો છું.

ભગવંત માને રોડ શોમાં આવેલી ભીડનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આ રોડ શોમાં આવેલા લોકોના ઉત્સાહને જોતા જાહેરાત કરી છે કે, 5 ઓક્ટોબરના રોજ EVMમાં સાવરણીનું બટન દબાવવામાં આવશે, અને હરિયાણામાં પરિવર્તન થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X