મોદીને ભાગવતની સલાહઃ બધાને સાથે રાખીને ચાલો

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ભાગવત સાથેની મુલાકાત બાદ મોદીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય પણ વડાપ્રધાન પદની દાવેદારી નોંધાવી નથી. સંઘના નેતાઓ સાથે સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે. તેઓ સમયાંતરે સંઘના વડામથકે આશિર્વાદ લેવા માટે આવે છે અને આવતા રહેશે.
તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે રાજકીય મામલાઓમાં સંઘનો કોઇ હસ્તક્ષેપ હોતો નથી અને તેઓ અહીં રાજકીય વાતો કરવા માટે આવ્યા નહોતા. પરંતુ સૂત્રોએ વહેતી કરેલી માહિતી અનુસાર આ ત્રણ કલાકની બેઠકમાં અન્ય મુદ્દાઓની સાથો-સાથ રાજકીય મુદ્દે સારી એવી ચર્ચા કરવામાં આવી હોવાનુ ફલિત થાય છે.












Click it and Unblock the Notifications
