For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખેડૂતોના ભારત બંધથી મુંબઈ-અમદાવાદ હાઈવે જામ, હરિયાણામાં ખેડૂતોએ ટ્રેનો રોકી

ખેડૂતોના ભારત બંધની અસર મુંબઈ-અમદાવાદ હાઈવે પર જોવા મળી રહી છે. જાણો, બીજે ક્યાં અસર થઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠનોએ આજે ભારત બંધનુ એલાન કર્યુ છે. આ બંધને દેશની ઘણી રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યુ છે. બંધને જોતા દિલ્લીમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દિલ્લી પોલિસે સ્પષ્ટ કહી દીધુ છે કે પ્રદર્શનકારીઓને દિલ્લીમાં ઘૂસવાની અનુમતિ નહિ મળે. પંજાબ હરિયાણામાં આની અસર પણ જોવા મળી છે. પંજાબ-હરિયાણામાં ઘણી જગ્યાએ હાઈવેને પ્રદર્શનકારીઓએ બંધ કરી દીધા છે. વળી, દિલ્લી-એનસીઆરમાં પોલિસ તૈનાત છે. દિલ્લીના ગાઝીપુર અને નોઈડા બૉર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

bharat bandh

ખેડૂતોના ભારત બંધની અસર મુંબઈ-અમદાવાદ હાઈવે પર જોવા મળી રહી છે. આ હાઈવે પર ઘણા કિલોમીટર લાંબો જામ લાગ્યો છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ હાઈવે પર બળજબરીથી ગાડીઓને રોકી છે. હજારો યાત્રીઓ હાઈવે પર ફસાયેલા છે. હાઈવેના રસ્તા મુંબઈ, ઠાણે, નવી મુંબઈ તરફ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુગ્રામમાં ઘણા કિલોમીટર લાંબો જામ થઈ ગયો છે. દિલ્લી-નોઈડા DND અને મુંબઈ-અમદાવાદ હાઈવે પર પણ ગુરુગ્રામ જેવી તસવીર જોવા મળી રહી છે. દિલ્લીમાં ખેડૂતોના ભારત બંધના કારણે લાલ કિલ્લાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્લીમાં કોંડલી માનેસર અને પલવલ હાઈવે જામ થઈ ગયો છે. ખેડૂતો અહીં રસ્તો રોકીને પ્રદર્શન કરી રહ્યા છે. હાજીપુરમાં રાજદના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યુ.

દિલ્લી, હરિયાણા અને પંજાબમાં બંધના કારણે લોકોને મુશ્કેલી

આજના ભારત બંધની અસર દેશભરમાં દેખાઈ રહી છે. ખાસ કરીને દિલ્લી, હરિયાણા અને પંજાબમાં બંધના કારણે લોકોને મુશ્ક્લી થઈ રહી છે. મુંબઈમાં ઘણા કિલોમીટર લાંબો જામ લાગી ગયો છે. સેંકડો ગાડીઓ જામના કારણે લાઈનમાં ઉભેલી છે. હરિયાણાના જિંદમાં ખેડૂતોએ ટ્રેન રોકી દીધી છે. પંજાબના અમૃતસરમાં પણ ખેડૂતોએ રેલવે ટ્રેકનો જામ કરી દીધો છે. હરિયાણાના સોનીપતમાં ખેડૂતોએ રસ્તા પર મોટા-મોટા પત્થરો રાખીને રસ્તા રોકી દીધા છે. બિહારમાં ડાબેરીઓ સાથે મહાગઠબંધન, આરજેડી અને કોંગ્રેસ પણ ભારત બંધને ટેકો આપી રહ્યા છે. રાજદ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે. આંદોલનકારીઓ વાહન વ્યવહાર ખોરવી રહ્યા છે.

દિલ્લી સાથે જોડાયેલ ઘણી ટ્રેનો રદ

ભારત બંધના કારણે અત્યાર સુધી દિલ્લી સાથે જોડાયેલી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. નવી દિલ્લીથી અમૃતસર જતી શાન એ પંજાબ સવારે 6.40 વાગે રદ થઈ. નવી દિલ્લી-મોગા એક્સપ્રેસ પણ સવારે 7 વાગે રદ કરવામાં આવી. જૂની દિલ્લી-પઠાણકોટ એક્સપ્રેસ પણ રદ થઈ ગઈ. દિલ્લીથી કટરા જતી વંદે માતરમ એક્સપ્રેસ દિલ્લીથી સવારે 6 વાગે ઉપડી પરંતુ પાનીપત સ્ટેશને હાલમાં ઉભી રહી ગઈ છે. નવી દિલ્લી-શતાબ્દી અને નવી દિલ્લી કાલકા શતાબ્ધી પણ રદ કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગનામાં સીપીઆઈએમના કાર્યકર્તાઓએ ટ્રેન રોકી દીધી.

English summary
Bharat Bandh: Mumbai-Ahmedabad highway jam, train stopped by farmers in Hariyana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X