For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે CAA, NRC અને NPRના વિરોધમાં ભારત બંધ, મુંબઈમાં પ્રદર્શન શરૂ

સીએએનો વિરોધ કરતા સંગઠનોએ 29 જાન્યુઆરીએ ભારત બંધનુ એલાન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશના ઘણા ભાગોમાં નાગરિકતા સુધારા કાયદો (સીએએ) આવ્યા બાદથી તેના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યા છે. આ કાયદા પર સુપ્રીમ કોર્ટે પણ સરકારનો પક્ષ સાંભળ્યા વિના રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. હવે સીએએનો વિરોધ કરતા સંગઠનોએ 29 જાન્યુઆરીએ ભારત બંધનુ એલાન આપ્યુ છે. રિપોર્ટ્સની માનીએ તો બહુજન ક્રાંતિ મોરચાએ સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં ભારત બંધનુ આહવાન કર્યુ છે. માહિતી મુજબ શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓએ પણ શામેલ થવાનો નિર્ણય લીધો છે.

bharat bandh

સાથે જ ઘણા મુસ્લિમ સંગઠન પણ આનુ સમર્થન કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં બહુજન ક્રાંતિ મોરચાના સભ્યોએ કંજૂરમાર્ગ સ્ટેશન પર રેલવે ટ્રેકનો બ્લોક કરી લીધુ છે. આ લોકો હાથમાં પોસ્ટર લઈને સીએએ અને સંભવિત રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનસીઆર)નો વિરોધ કરી રહ્યા છે. વળી, કેન્દ્ર સરકારે બધી રાજ્ય સરકારેને એલર્ટ પર રહેવાની સલાહ આપી છે જેથી સ્થિતિ નિયંત્રણમાં રહે. બહુજન ક્રાંતિ મોરચા બાદ ભારત બંધને જોતા રાજ્યોએ સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ કાયદાના વિરોધમાં દિલ્લીના શાહીન બાગ વિસ્તારમાં બે મહિનાથી વધુ સમયથી લોકો પ્રદર્શન કરી રહ્યા છે. અહીં પ્રદર્શન કરનારી મહિલાઓએ સ્પષ્ટ કહી દીધુ છે કે તે ત્યાં સુધી આવી રીતે બેસી રહેશે જ્યાં સુધી સીએએને પાછુ લેવામાં ન આવે. શાહીન બાગમાં પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તાને બ્લોક કરી દીધો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ પ્રદર્શન થઈ રહ્યા છે. નાગરિકતા સુધારા કાયદામાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી 31 ડિસેમ્બર 2014 સુધી આવેલ છ બિન મુસ્લિમ સમાજ (હિંદુ, સિખ, બૌદ્ધ, ઈસાઈ,જૈન અને પારસીઓ)ના ઉત્પીડનના શિકાર લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે.

આ પણ વાંચોઃ Basant Panchami 2020: જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વઆ પણ વાંચોઃ Basant Panchami 2020: જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વ

English summary
Bharat bandh today, nation wide protest against ncr npr and caa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X