ભારત બંધ : ટોચના નેતાઓની ધરપકડ બાદ છૂટકારો

બિહારના પાટનગર પટનામાં વિરોધ પ્રદર્શન કરતા અને વડા પ્રધાન મનમોહન સિંહ સામે સૂત્રોચ્ચાર કરતા રાજ્ય સભામાં વિરોધ પક્ષના ઉપનેતા રવિશંકર પ્રસાદ અને બિહાર ભાજપના અગ્રણી નેતા સી પી ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી.
રાજધાની દિલ્હીમાં પણ સપાના વડા મુલાયમ સિંહ યાદવની પણ તેમના પક્ષના અન્ય નેતાઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે ભારત બંધમાં ભાગ લેતા યુપીએની ચિંતા વધી છે.
આ ઉપરાંત ભારત બંધમાં સીપીઆઇ(એમ) નેતા સીતારામ યેચૂરી, ટીડીપી નેતા ચંદ્રાબાબુ નાયડુ, પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવે ગૌડા, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પાની પણ વિરોધ પ્રદર્શન કરતા સમયે ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
