For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Bandh: દેશભરમાં આજે 8 કરોડ વેપારીઓ કરશે હડતાળ, ભારત બંધમાં રહેશે ચક્કાજામ

દેશભરમાં આજે શુક્રવાર(26 ફેબ્રુઆરી)એ નાના વેપારીઓએ ભારત બંધનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશભરમાં આજે શુક્રવાર(26 ફેબ્રુઆરી)એ નાના વેપારીઓએ ભારત બંધનુ એલાન કર્યુ છે. વસ્તુ તેમજ સેવા કર(જીએસટી)ની સંરચનામાં ફેરફાર, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે વેપારીઓએ બંધનુ આહ્વાન કર્યુ છે. આ ભારત બંધમાં આઠ કરોડથી વધુ નાના મોટા વેપારીઓ શામેલ થશે અને પોતાની માંગો માટે સરકાર પર દબાણ કરશે. આ ઉપરાંત દેશભરના લગભગ એક કરોડ ટ્રાન્સપોર્ટર, લઘુ ઉદ્યોગ અને મહિલા ઉદ્યમીઓ પણ આમાં શામેલ થઈ શકે છે. કૉન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ(કેટ) કહ્યુ છે કે 26 ફેબ્રુઆરીએ દેશના બધા કૉમર્શિયલ બજાર બંધ રહેશે. એક કરોડ ટ્રાન્સપોર્ટ્સે 26 ફેબ્રુઆરીએ હડતાળ અને ચક્કાજામ કરવાની ઘોષણા કરી છે.

bharat bandh

એલાન કરવામાં આવ્યુ છે કે બધા કૉમર્શિયલ બજાર બંધ રહેશે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના માલનુ બુકિંગ, ડિલીવરીના કામ પણ બંધ રહેશે. ભારતીય વેપારીઓના સંગઠન(ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ)એ ભારત બંધનુ આહ્વાન કરીને કહ્યુ છે કે દેશભરમાં 40,000થી વધુ વેપારી સંગઠનો સાથે જોડાયેલા 8 કરોડથી વધુ વેપારી ભારત વ્યાપી બંધનુ પાલન કરશે.

વળી, કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનુ પણ આ ભારત બંધને સમર્થન મળી શકે છે. ખેડૂત આંદોલનમાં શામેલ સંયુક્ત ખેડૂત મોરચાએ બધા ખેડૂતોને આ ભારત બંધમાં શાંતિપૂર્વક શામેલ થવાની અપીલ કરી છે. તેમણે નિવેદન જારી કરીને કહ્યુ છે કે અમે અપીલ કરીએ છીએ કે ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રેડ યુનિયનની તરફથી કરવામાં આવી રહેલ 26 ફેબ્રુઆરીના ભારત બંધમાં બધા ખેડૂતો શાંતિપૂર્વક શામેલ થાય.

વળી, ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા વેપારી મંડળ(ફેમ)એ કહ્યુ છે કે તે આજે યોજાનારા ભારત બંધનુ સમર્થન નહિ કરે. તેમણે કહ્યુ કે દુકાન બંધ કે ભારત બંધ જેવી વિચારધારાને તેમણે ક્યારેય સપોર્ટ નથી કર્યો અને કરશે પણ નહિ. તેમણે કહ્યુ કે અમને લાગે છે કે જીએસટીની ખામીઓને દૂર કરવી જોઈએ પરંતુ તેની સાથે આપણે પણ ધ્યાન રાખવુ જોઈએ કે અત્યારે કોરોના મહામારીનો દોર ચાલી રહ્યો છે એવામાં અર્થવ્યવસ્થા નાજુક દોરમાં છે માટે આપણે જવાબદારી સાથે કામ લેવુ જોઈએ.

Bank holidays in March: માર્ચમાં 11 દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓનુ આખુ લિસ્ટBank holidays in March: માર્ચમાં 11 દિવસ બંધ રહેશે બેંક, જુઓ રજાઓનુ આખુ લિસ્ટ

English summary
Bharat Bandh: Traders unions announce bharat bandh today. Know what will closed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X