For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત બંધઃ દિલ્લી પોલિસે ગાજીપુરથી આવતા ટ્રાફિકનો રોક્યો, NH-9 અને NH-24 ખેડૂતોએ કર્યો જામ

કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ ખેડૂતોનુ આંદોલન એક વાર ફરીથી પોતાનો અવાજ બુલંદ કરી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલ ખેડૂતોનુ આંદોલન એક વાર ફરીથી પોતાનો અવાજ બુલંદ કરી રહ્યુ છે. વાસ્તવમાં, ખેડૂત સંગઠનોએ આજે(27 સપ્ટેમ્બર) ભારત બંધનુ એલાન કર્યુ છે. ભારત બંધ દરમિયાન આજે આખા દેશમાં ખેડૂતોનુ પ્રદર્શન થશે. ઘણી જગ્યાએ ચક્કાજામ અને રેલવે ટ્રેકો પર ખેડૂતો પ્રદર્શન કરશે. એવામાં સામાન્ય લોકોને મુશ્કેલી ન થાય તેના માટે પોલિસ ટ્રાફિક એલર્ટ જાહેર કરી રહી છે. આ દરમિયાન દિલ્લી ટ્રાફિક પોલિસે ગાડીપુર બૉર્ડરથી દિલ્લી તરફ આવતા ટ્રાફિકને રોકી દીધો છે. માનવામાં આવી રહ્યુ છે કે ગાજીપુર બૉર્ડર પર ખેડૂતો ચક્કાજામ કરી શકે છે. સાથે જ પ્રદર્શનકારી દિલ્લીની સીમામાં દાખલ થવાની પણ કોશિશ કરી શકે છે.

farmers protest

ખેડૂતોએ NH-9 અને NH-24 કર્યો જામ

ખેડૂતોનુ આ બંધ સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. માહિતી મુજબ ખેડૂતોએ NH-9 અને NH-24ને જામ કરી દીધો છે. ખેડૂતોના ભારત બંધને જોતા દિલ્લીમાં 15 જિલ્લાઓની અંદર પોલિસને એલર્ટ પર રાખવામાં આવી છે. માત્ર દિલ્લીમાં જ નહિ પરંતુ યુપીના પણ ઘણા જિલ્લાઓમાં રૂટ ડાયવર્ટની ઘોષણા કરવામાં આવી છે.

યુપીમાં અહીં આપવામાં આવ્યુ ડાયવર્ઝન

- દિલ્લીથી મુરાદાબાદ તરફ જતો ટ્રાફિકના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ રૂટ પર જતા વાહનોને ધૌલાના કટ પિલખુઆથી ધૌલાના તાલુકાથી સપનાવત થઈને ગુલાવઠી થઈને સ્યાનાથી બહાદૂરગઢથી સલાનપુરથી પલવાડા રોડથી બ્રજઘાટ થઈને જશે.

-દિલ્લીથી મુરાદાબાદ તરફ જતા ટ્રાફિકનો બીજો રૂટ હશે નિઝામપુરથી મેરઠ ત્રણ રસ્તા(હાપુડ)થી થઈને સાઈલો દ્વિતીયથી થઈને કિઠોર રોડથી ગઢ કસ્બાથી મીરા કી રેતી અલ્લાહબક્શપુર, બ્રજઘાટ થઈને જશે.

-દિલ્લીથી મુરાદાબાદ રુટ માટે ત્રીજો વિકલ્પ હશે કુચેસર ચૌપલા પુલ નીચે થઈને બીબી નગરથી સ્યાનાથી બહાદૂરગઢથી સલારપુરથી પલબાડા રોડથી બ્રજઘાટ તરફ રૂટ જશે.

તમને જણાવી દઈએ કે ખેડૂતોના ભારત બંધને ઘણા વિપક્ષી રાજકીય દળોએ સમર્થનનુ એલાન કર્યુ છે. કોંગ્રેસ અને આરજેડી ઉપરાંત આમ આદમી પાર્ટી, બસપા, સમાજવાદી પાર્ટી અને લેફ્ટ પાર્ટીઓએ ખેડૂતોના ભારત બંધને સમર્થન કર્યુ છે. આ ઉપરાંત બેંક યુનિયનોએ પણ ખેડૂતોના ભારત બંધનુ સમર્થન કર્યુ છે.

English summary
Bharat Bandh: Traffic movement stopped by Delhi police from UP to towards Ghazipur due to protest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X