For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Jodo Yatra : રાહુલ ગાંધી લાલ ચોક પર ફરકાવ્યો તિરંગો, કર્યું રાષ્ટ્રગાન

Bharat Jodo Yatra : રાહુલ ગાંધીએ રવિવારના રોજ​ભારત જોડો યાત્રા સાથે શ્રીનગરના લાલ ચોક પહોંચ્યા બાદ ત્રિરંગો લહેરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા.

|
Google Oneindia Gujarati News

Bharat Jodo Yatra : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો યાત્રા લઇને રવિવારના રોજ શ્રીનગરના લાલ ચોક પર પહોંચ્યા હતા. જે બાદ રાહુલ ગાંધીએ લાલ ચોક ખાતે ધ્વજારોહણ કર્યું હતું. જે બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓ તેમજ સ્થાનિક લોકો સાથે તેમણએ રાષ્ટ્રગાન પણ કર્યું હતું.

રાહુલ ગાંધીએ લાલ ચોકમાં ફરકાવ્યો તિરંગો

રાહુલ ગાંધીએ લાલ ચોકમાં ફરકાવ્યો તિરંગો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શ્રીનગરના લાલ ચોક પરથી તસવીરોમાં આપણા દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવતા જોવા મળે છે. આ પછી રાષ્ટ્રગાન'જન ગણ મન' ગાવામાં આવ્યું હતું. રાષ્ટ્રગાન બાદ રાહુલ ગાંધીએ પણ ધ્વજને સલામી આપી હતી.

કન્યાકુમારીથી શ્રીનગરની યાત્રા

કન્યાકુમારીથી શ્રીનગરની યાત્રા

રાહુલ ગાંધી રવિવારની સાંજે 5.30 કલાકે કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. જે બાદ 30 જાન્યુઆરીના રોજ ભારતજોડો યાત્રા શ્રીનગરમાં સમાપ્ત થવાની છે. કોંગ્રેસે રવિવારના રોજ આ અંગે એક ટ્વીટ પણ કર્યું હતું.

તેમણે લખ્યું છે કે, પદયાત્રાકન્યાકુમારીથી કાશ્મીર સુધી, નફરતને હરાવી - હૃદયને જોડવા માટે; અશક્ય લાગતી ભારત જોડો યાત્રા ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલીછે. જે આજે પાંથા ચોકથી સોનવાર ચોક સુધી જશે અને લાલ ચોક ખાતે ગર્વભેર ત્રિરંગો ફરકાવશે. યાત્રા ચાલુ છે અને જય હિન્દ બધા પરભારે છે.

રાહુલને મળ્યો પ્રિયંકાનો સાથ

રાહુલને મળ્યો પ્રિયંકાનો સાથ

ઉલ્લેખનીય છે કે, ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાહુલ ગાંધીએ લાલ ચોક પર તિરંગો ઝંડો ફરકાવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીનામહાસચિવ અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે જોવા મળી હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવતા સમયે સ્થાનિક લોકો પણ ત્યાંપહોંચી ગયા હતા અને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

English summary
Bharat Jodo Yatra : Rahul Gandhi unfurls the national flag at Lal Chowk, played the national anthem
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X