For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Jodo Yatra : ખોટુ રાષ્ટ્રગીત વાગતા ટ્રોલ થયા રાહુલ ગાંધી, લોકોએ કહ્યું -પપ્પુ

મહારાષ્ટ્રના વાસિમમાં બુધવારના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીતના બદલે અન્ય ગીત વાગવા લાગ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વયરલ થઇ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના વાસિમમાં બુધવારના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીતના બદલે અન્ય ગીત વાગવા લાગ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વયરલ થઇ રહ્યો છે. આ ભૂલ માટે ભાજપ નેતાઓ દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસને આ માટે જવાબદાર ગણાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ભાજપ નેતા નિતેશ રાણેએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે.

જાણો શું છે સમગ્ર ઘટના?

જાણો શું છે સમગ્ર ઘટના?

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ મહારાષ્ટ્રના વાસિમમાં એક મંચ પર લોકોને સંબોધિત કરી રહ્યાહતા.

આ દરમિયાન રાહુલ ગાંધીએ તેમની બાજુમાં ઉભેલા નેતાઓને રાષ્ટ્રગીત વગાડવા માટે જણાવ્યું હતું, પરંતુ ભૂલથી કોઈ બીજું ગીતવાગવા લાગ્યું હતું. જે બાદ પણ લગભગ પાંચ સેકન્ડ સુધી રાહુલ ગાંધી સાવધાનની મુદ્રામાં ઉભા રહ્યા હતો, જોકે તેમને ભાન થતા તેમણેતરત જ નેતાઓને રોક્યા અને રાષ્ટ્રગીત વગાડવાનું જણાવ્યું હતું.

આ અંગે ખુલાસો આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેમની વાત કેટલાકનેતાઓ સમજી શક્યા ન હતા, જે કારણે આ ઘટના ઘટી હતી.

રાહુલ ગાંધી થયા ફરી ટ્રોલ

રાહુલ ગાંધી થયા ફરી ટ્રોલ

મહારાષ્ટ્ર ભાજપ નેતા નિતેશ રાણેએ એક વીડિયો ટ્વીટ કરતા સમયે કેપ્શન લખ્યું કે, રાહુલનું કોમેડી સર્કસ. આ ઉપરાંત તામીલનાડુ ભાજપ નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ આ જ વીડિયો શેર કર્યો અને લખ્યું કે રાહુલ ગાંધી, આ બધુ શું છે? આ સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સે પણ રાહુલ ગાંધીની મજાક પણ ઉડાવી હતી.

રાષ્ટ્રગીત ખોટું છે તે સમજવામાં રાહુલને 5 સેકન્ડથી વધુ સમય લાગ્યો

એક યુઝરે લખ્યું કે, આ નેપાળનું રાષ્ટ્રગીત છે કે શું? અન્ય એક યુઝરે લખ્યું કે, રાષ્ટ્રગીત ખોટું છે તે સમજવામાં રાહુલને 5 સેકન્ડથી વધુ સમય લાગ્યો. આ ઉપરાંત એક યુઝરે લખ્યું કે, આ લોકો વિરુદ્ધ ખોટું રાષ્ટ્રગીત ગાવા અને તેનું અપમાન કરવા બદલ કેસ નોંધવો જોઈએ.

English summary
Bharat Jodo Yatra : Rahul Gandhi was trolled for playing the wrong national anthem, people said - pappu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X