ભોપાલ ગેસ દુર્ઘટના પીડિતોને સુપ્રીમે આપ્યો ઝટકો, વધારાના વળતરની માંગ ફગાવી
ભોપાલ ગેસ દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વધારાના વળતરની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વધારાના વળતરની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે (14 માર્ચ) ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને યુનિયન કાર્બાઇડ કંપની પાસેથી 7,400 કરોડ રૂપિયાના વધારાના વળતરની માંગ કરતી કેન્દ્ર સરકારની ક્યૂરેટિવ પિટિશનને ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અરજીને ફગાવી દેતા તેને ઠપકો પણ આપ્યો છે. પીડિતોને વળતર આપવામાં ઘોર બેદરકારી બદલ સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. જો કે, સુપ્રીમ કોર્ટે ભારત સરકારને આરબીઆઈ પાસે પડેલી 50 કરોડ રૂપિયાની રકમનો પેન્ડિંગ દાવાને પહોંચી વળવા માટે ઉપયોગ કરવા કહ્યું છે.
Supreme Court rejects Centre's curative plea for enhanced compensation for the victims of the 1984 Bhopal Gas tragedy from US-based firm Union Carbide Corporation, now owned by Dow Chemicals. pic.twitter.com/bYaCN0VIBg
— ANI (@ANI) March 14, 2023
ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને અગાઉ યુનિયન કાર્બાઇડ કોર્પોરેશન (હવે ડાઉ કેમિકલ્સની માલિકીની) દ્વારા US$470 મિલિયનનું વળતર આપવામાં આવ્યું હતું. પરંતુ પીડિતોને આ વળતરથી સંતોષ ન હોવાથી તેઓ વધુ વળતરની માંગણી સાથે કોર્ટમાં ગયા હતા.
1984માં કેન્દ્ર સરકારે ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે યુનિયન કાર્બાઈડ કોર્પોરેશન પાસેથી 7,844 કરોડ રૂપિયાના વધારાના વળતરની માંગ કરી હતી. કેન્દ્ર સરકારે વળતર વધારવા માટે ડિસેમ્બર 2010માં સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
ભોપાલ ગેસ દુર્ઘટના એ 2-3 ડિસેમ્બર 1984ની રાત્રે ભોપાલમાં યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ (UCIL) જંતુનાશક પ્લાન્ટમાં રાસાયણિક અકસ્માત હતો. તેને વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક આપત્તિ માનવામાં આવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પર અંદાજો અલગ-અલગ છે. જોકે સત્તાવાર આંકડો માત્ર 3,000 હોવાનું કહેવાય છે. આસપાસના નાના નગરોમાં 500,000 થી વધુ લોકો પ્રભાવિત થયા હતા.












Click it and Unblock the Notifications
