For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમમાં પાગલ યુવકે મહિલા મોડલને ફ્લેટમાં ઘૂસીને બંધક બનાવી

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં યુવકે એકતરફ ના પ્રેમમાં એક છોકરીના ફ્લેટમાં ઘુસી ગયો ત્યાં. તેને જોરદાર હંગામો કર્યો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના ભોપાલમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં યુવકે એકતરફ ના પ્રેમમાં એક છોકરીના ફ્લેટમાં ઘુસી ગયો ત્યાં. તેને જોરદાર હંગામો કર્યો. આરોપી યુવકે યુવતીને બંધક બનાવી રાખી તેની પાસે એક દેશી કટ્ટો છે, તેની સાથે તેને એક કાતર ઘ્વારા હુમલો પણ કર્યો છે. આખો મામલો લગભગ 8 કલાકથી ચાલુ છે. જે યુવતીને બંધક બનાવી રાખી છે તે મોડેલિંગ કરે છે. પોલીસ જગ્યા પર પહોંચી ચુકી છે. ફ્લેટ અંદરથી બંધ છે જેને કારણે માહિતી નથી મળી રહી કે કાતર ઘ્વારા આરોપીએ પોતાને ઘાયલ કર્યો છે કે પછી યુવતીને પણ નુકશાન પહોચાડ્યું છે. આ વ્યક્તિ એક વીડિયો એપ ઘ્વારા પોતાની વાત રાખી રહ્યો છે.

ભોપાલના મિસરોદ વિસ્તારની ઘટના

ભોપાલના મિસરોદ વિસ્તારની ઘટના

આ આખો મામલો ભોપાલના મિસરોદ વિસ્તારનો છે, જ્યાં સવારે સાત વાગ્યે એક પાગલ પ્રેમી યુવતીના ઘરમાં જબરજસ્તી ઘુસી આવ્યો. ઘરમાં ઘૂસતાની સાથે જે તેને યુવતીને બંધક બનાવી લીધી. જે યુવતીને તેને બંધક બનાવી છે તે મોડેલિંગ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી પ્રેમી યુવતીને એકતરફ્નો પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ બાબતની જાણકારી આરોપી યુવકે વીડિયો કોલિંગ ઘ્વારા આપી.

આરોપી યુવક પોતાને ગોળીથી ઉડાવવાની ધમકી આપી રહ્યો છે

આરોપી યુવક પોતાને ગોળીથી ઉડાવવાની ધમકી આપી રહ્યો છે

વીડિયો કોલિંગ ઘ્વારા આરોપી યુવકે જણાવ્યું કે તેનું નામ રોહિત છે અને તે યુપીના અલીગઢનો રહેવાસી છે. તેને જણાવ્યું કે તેની પાસે દેશી કટ્ટો અને કાતર છે. તેને જણાવ્યું કે તે યુવતી સાથે લગ્ન કરવા માંગે છે. જો યુવતી લગ્ન માટે તૈયાર નહીં થાય તો તે પોતાને ગોળી મારી દેશે. આ દરમિયાન પોલીસ ટીમે ફ્લેટની ઘેરાબંધી કરી લીધી છે. ફ્લેટ અંદરથી બંધ હોવાને કારણે યુવતીને હજુ સુધી બહાર કાઢવામાં આવી નથી.

પોલીસે આખા વિસ્તારને ઘેર્યો

પોલીસે આખા વિસ્તારને ઘેર્યો

પોલીસ ટીમ પોતાની તરફથી પુરેપુરી કોશિશ કરી રહી છે કે યુવતીને સલામત રીતે બહાર કાઢવામાં આવે. આ દરમિયાન યુવતીના પરિજનો પણ જગ્યા પર આવી પહોંચ્યા છે. જે ફ્લેટમાં આ ઘટના થયી તે પાંચમા માળે છે. પોલીસે ફ્લેટમાં જવાની કોશિશ કરી પરંતુ આરોપી યુવકે કાતર ઘ્વારા પોલીસ પર પણ હુમલો કરી દીધો.

સ્ટેમ્પ પેપર અને મોબાઈલ ચાર્જર માંગ્યું

સ્ટેમ્પ પેપર અને મોબાઈલ ચાર્જર માંગ્યું

આ આખા મામલે પોલીસે જણાવ્યું કે આરોપી યુવક દાવો કરી રહ્યો છે કે તે મહિલા મોડલને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. તેને અમારી પાસે સ્ટેમ્પ પેપર અને મોબાઈલ ચાર્જર માંગ્યું છે. જયારે અમે તેને પકડવાની કોશિશ કરી ત્યારે તે ધમકી આપવા લાગ્યો. અમે યુવતીને જોઈ, તે લોહીથી લથપથ હતી.

English summary
Bhopal : In high voltage drama one sided lover makes girl hostage in misrod
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X