ઓડિશાના ભુવનેશ્વરમાં ફ્લાયઓવર તુટી પડતાં 2નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

ઓડિશાના ભુવનેશ્વરમાં એક નિર્માણાધીન પુલ પડવાથી મોટો અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં બે લોકોનું મૃત્યુ થયું છે અને 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 5 લોકો મળબા નીચે ફસાયેલા હોવાની ખબર પણ મળી હતી. આ દુર્ઘટના ભુવનેશ્વરના બોમીખાલ વિસ્તારમાં થઇ હતી. નિર્માણાધીન ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડતાં ત્યાં હાજર લોકો મુસીબતમાં મુકાયા હતા. રાહત અને બચાવની ટીમે ઘટનાસ્થળે પહોંચી ફસાયેલા લોકોને બચાવવાનું કામ શરૂ કર્યું હતું.

Bhubaneswar

બે એન્જિનિયરો નિલંબિત

અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, આ ઘટના બાદ બે એન્જિનિયરોને કામચલાઉ ધોરણે તેમના પદેથી ખસેડવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મુખ્યમંત્રી રાહત કોષમાંથી પાંચ લાખના વળતરની ઘોષણા કરી છે. ઇજાગ્રસ્તોના ઇલાજનો તમામ ખર્ચો રાજ્ય સરકાર આપશે. આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

English summary
Bhubaneswar: 2 people dead, 10 injured, 5 other trapped under debris after portion of a flyover collapsed in Bomikhal; rescue operation on.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.