For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં બીજેપીનું સમુદ્ર મંથન, મોદીના નામ પર લાગી શકે છે મોહર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 જૂન : દિલ્હીની ગર્મીથી દૂર ગોવામાં સમુદ્રી બીચ પર બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ રહી છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છવાઇ રહે તેવી સંભાવના છે. ગોવામાં યોજાનાર કાર્યકારિણીની બેઠકમાં નરેન્દ્ર મોદીનો જ જલવો રહેશે. મોદીનો જાદૂ આ બેઠકમાં છવાઇ રહેશે તેના સંકેતો ગુજરાતની પેટાચૂંટણીમાં મળેલી ભવ્ય જીતથી જ મળી ગયા હતા.

ગુજરાતની પેટાચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા બાદ હવે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ભૂમિકા નક્કી કરવા માટે પાર્ટી પર દબાણ વધવા લાગ્યું છે. બીજેપીના આ મંથનમાં નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી કેમ્પેઇન કમેટીની કમાન આપવા પર માથાકૂટોનો દૌર ચાલુ છે. બીજેપીની આ મીટીંગમાં મોદીની ભભકો વધારવાની કોશિશ થઇ રહી છે.

narendra modi
બેઠકના પહેલા જ બીજેપીએ સ્પષ્ટતા કરી દીધી છે કે અયોધ્યા રામમંદિરનો મુદ્દો લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે મહત્વનો મુદ્દો નથી. પાર્ટીનું કહેવું છે કે જ્યાં સુધી પ્રાથમિકતાનો સવાલ છે, તો મોંઘવારી, ભ્રષ્ટાચાર, કુશાસન જેવા મુદ્દા પાર્ટી માટે પહેલા છે. એવું નથી કે અયોધ્યા અમારા એજન્ડામાં નથી, તે છે અને રહેવાનો પરંતુ આગામી લોકસભા ચૂંટણીમાં તેને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં.

રામ મંદિરના મુદ્દાને બાજુ પર કરવો એ બીજેપી માટે ફાયદાકારક રહેશે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ગુજરાતની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી છએ છ બેઠકોમાં જીત છીનવી લીધા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પાર્ટીમાં કેન્દ્રીય ભૂમિકા આપવાનું લગભગ નક્કી જેવું ગણવામાં આવે છે. ગુજરાતની પેટાચૂંટણીમાં તેમની ચમત્કારિક જીતને સાબિત કરી છે જે તેમના દિલ્હી તરફના માર્ગને સરળ બનાવી રહ્યું છે.

ચૂંટણી પરિણામાં આવતા જ મોદીએ દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપની ભવ્ય જીત દિલ્હી સરકાર માટે અલ્ટિમેટમ છે. મોદીએ આની સાથે ભાજપની સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો. કર્ણાટક ચૂંટણી બાદ વિરોધીઓની ટિકાઓનો સામનો કરવો અને ઉપચૂંટણીમાં જીતથી મળેલી રાહત બાદ મોદી માટે રેડકાર્પેટ દિલ્હીમાં તો બીછાઇ ચૂકી છે પરંતુ રેડકાર્પેટ પર મોદી ચાલશે ક્યારે તે અંગેનો નિર્ણય ગોવાની કાર્યકારિણીની બેઠક નક્કી કરશે.

બીજેપીને મોદીની આગેવાની એટલા માટે જોઇએ કારણ કે કેન્દ્રની સત્તા પર સ્થાઇ થવા માગે છે. એટલે કે જો મોદી 2002માં વાજપેઇ સરકાર માટે દાગ હતા એ જ મોદી 2013માં બીજેપીને સત્તામાં પાછી લાવવા માટે હુકમનો એક્કો બની ગયા છે. મોદીના નમો મંત્રથી બીજેપી દિલ્હીની સત્તા હાસલ કરવા માગે છે. જો મોદીએ 2014ના મિશનને પોતાને હાથ લીધું તો બીજેપીના સાંસદોની સંખ્યા વધશે કે નહીં એતો બાદમાં માલૂમ પડશે પરંતુ મોદીને કેન્દ્રીય સત્તામાં ભાગ મળવાથી બીજેપીની અંદર આંતરકલેહ વધવો નક્કી છે.

English summary
Gujarat Chief Minister Narendra Modi is likely to be appointed in charge of BJP's 2014 poll campaign at its national executive meeting in Goa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X