For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકોના સ્કૂલના સમય અને સિલેબસમાં થશે ઘટાડોઃ HRD મંત્રી

એચઆરડી મંત્રાલયે કોરોના વાયરસના કારણે છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી બંધ સ્કૂલો, કોલેજો અને શિક્ષણ સંસ્થાઓને ફરીથી ખોલવા પર વિચાર કરવાનુ શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

માનવ સંશાધન વિકાસ (એચઆરડી) મંત્રાલયે કોરોના વાયરસના કારણે છેલ્લા 2 મહિનાથી પણ વધુ સમયથી બંધ સ્કૂલો, કોલેજો અને શિક્ષણ સંસ્થાઓને ફરીથી ખોલવા પર વિચાર કરવાનુ શરૂ કરી દીધુ છે. એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ હતુ કે ઓગસ્ટ મહિનાથી સ્કૂલ-કોલેજો ફરીથી ખોલવામાં આવી શકે છે. આ બાબતે હવે રમેશ પોખરિયાલે મંગળવારે એક વધુ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કોરોના સંકટમાં સ્કૂલોના સમય અને સિલેબસમા ઘટાડો કરવાના સંકેત આપ્યા છે.

સ્કૂલના સમય અને સિલેબસમાં ઘટાડા પર વિચાર

સ્કૂલના સમય અને સિલેબસમાં ઘટાડા પર વિચાર

એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલે નિશંકે પોતાના એક નિવેદનમાં કહ્યુ, વર્તમાન પરિસ્થિતિને જોતા માતાપિતા, શિક્ષકો પાસેથી ઘણા અનુરોધ મળ્યા બાદ અમે આવનારા શૈક્ષણિક વર્ષ માટે પાઠ્યક્રમ અને નિર્દેશાત્મક કલાકોમાં ઘટાડાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહામારીને ફેલાતી રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉનનો પાંચમો તબક્કો 30 જૂને ખતમ થઈ રહ્યો છે. આ દરમિયાન સરકારે અનલૉકની પણ પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

સ્કૂલ અને કોલેજો ખોલવાની કવાયત તેજ

સોમવારે દેશભરમાં કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારોને છોડીને બધા ઝોનમાં ધાર્મિક સ્થળ, રેસ્ટોરાં, હોટલ અને મૉલ ખોલી દેવામાં આવ્યા છે. આ બધા બાદ હવે ઘણા સમયથી બંધ સ્કૂલ અને કોલેજોને પણ ખોલવાની કવાયત તેજ થઈ ગઈ છે. આ અંગે સોમવારે સ્કૂલ શિક્ષણ સચિવ અનિતા કરવાલે રાજ્યોના સચિવો સાથે બેઠકમાં વિદ્યાર્થીઓના આરોગ્ય તેમજ સુરક્ષા, વિદ્યાલયોમાં સ્વચ્છતા અંગેા ઉપાયો અને ઑનલાઈન તેમજ ડિજિટલ શિક્ષણ જેવા ઘણા મુદ્દે ચર્ચા કરી હતી.

ઘણા રાજ્યોએ મોકલ્યા પોતાના સૂચનો

ઘણા રાજ્યોએ મોકલ્યા પોતાના સૂચનો

ત્યારબાદ રમેશ પોખરિયાલે પણ ટ્વિટ કરીને જણાવ્યુ કે તેમની પાસે વિદ્યાલય શિક્ષણ અંગેના મુદ્દાઓ પર દેશભરના રાજ્યોમાંથી ઘણા સૂચનો આવ્યા છે. તેમણે કહ્યુ, મહામારી કાળમાં આપણી સૌની પ્રાથમિકતા શિક્ષકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા રહી છે. રાજ્ય દ્વારા મળેલા સૂચનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ કોરોના વિશે દિશા નિર્દેશોને તૈયાર કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય પાસે મોકલવામાં આવશે.

સિલેબસ માટે માંગ્યા સૂચનો

સિલેબસ માટે માંગ્યા સૂચનો

મંગળવારે રમેશ પોખરિયાલે ટ્વિટ કરીને શિક્ષક અને શિક્ષણવિદો પાસે ટ્વિટર અને ફેસબુક પેજ પર વિદ્યાર્થીઓના સિલેબસ વિશે સૂચન આપવાની અપીલ કરી છે જેથી નિર્ણય લેતી વખતે તેને ધ્યાનમાં રાખી શકાય. તમને જણાવી દઈએ કે એચઆરડી મંત્રાલયે કોરોના સંકટમાં 11માં અને 12માંના છાત્રો માટે વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડર જારી કર્યુ છે. આનાથી તેમને ઘરે અભ્યાસ ચાલુ રાખવામાં દદ મળશે. આ પહેલા ધોરણ 1થી લઈને ધોરણ 10 સુધી માટે વૈકલ્પિક કેલેન્ડર જારી કરવામાં આવી ચૂક્યુ છે.

Video: પ્રિયંકા ચોપડા બની રંગભેદનો શિકાર, કાળી કહીને બોલાવતા, આત્મવિશ્વાસ ડગી ગયો

English summary
Big information about students syllabus and school time by HRD Minister Ramesh Pokhriyal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X