Bihar Assembly Election 2025 : બિહારના સીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોણ? C વોટર સર્વેએ લોકોને ચૌકાવ્યા
Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે અને એનડીએ તેમજ ઇન્ડિયા ગઠબંધન પોતાની રણનીતિ ઘડી રહ્યા છે.
આ દરમિયાન C વોટરના લેટેસ્ટ ઓપિનિયન પોલે રાજનીતિમાં હલચલ મચાવી છે. આ સર્વેમાં લોકોએ જણાવ્યું છે કે તેઓ બિહારના આગામી મુખ્યમંત્રી તરીકે કોને જોવા માગે છે.

C વોટર સર્વે અનુસાર, 40.6% લોકોએ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આ દર્શાવે છે કે ઇન્ડિયા ગઠબંધન તરફથી તેજસ્વી યાદવ મજબૂત દાવેદાર છે.
હાલ મુખ્યમંત્રી નીતિશ કુમારને માત્ર 18.4% લોકોએ પસંદ કર્યા છે, જે ગત ચૂંટણીની તુલનામાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. જો કે, એનડીએ તરફથી નીતિશ કુમારનું નેતૃત્વ હજુ પણ ચાલુ રહી શકે છે.
નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારે દાવો કર્યો છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે એનડીએ આ ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડશે.
સર્વેમાં 14.9% લોકોએ પ્રશાંત કિશોરને પસંદ કર્યા છે, જે તેમના વધતા રાજકીય પ્રભાવને દર્શાવે છે. ભાજપના સમ્રાટ ચૌધરીને 8.2% અને એલજેપી (રામવિલાસ)ના ચિરાગ પાસવાનને 3.7% લોકોએ પસંદ કર્યા છે.
ભારતના ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. દિલ્હીમાં આયોજિત બે દિવસીય તાલીમ સત્રમાં બિહારના માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના લગભગ 280 બૂથ લેવલ એજન્ટ્સ (BLA)એ ભાગ લીધો હતો.
આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ એજન્ટ્સને તેમની જવાબદારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.












Click it and Unblock the Notifications
