Bihar Assembly Election 2025 : ફરીથી પલ્ટી મારશે નીતિશ કુમાર? જાણો શું કહે છે હાલના સમીકરણ?
Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિ તેજ થઈ રહી છે.
લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સરકારને ટેકો આપનારી જેડીયુ અને નીતિશ કુમાર હવે રાજનીતિના કેન્દ્રમાં છે. અહેવાલો એવા પણ છે કે નીતિશ કુમાર નરેન્દ્ર મોદી સરકાર સાથે છેડો ફાડી શકે છે.

નીતિશ કુમારને લઈને આ ચર્ચા લાલુ પ્રસાદ યાદવના એક નિવેદન બાદ શરૂ થઈ છે. હાલમાં જ લાલુ પ્રસાદે કહ્યું હતું કે નીતિશ કુમાર માટે અમારા દરવાજા ખુલ્લા છે.
નીતિશ કુમારને લઈને આ અટકળો અમિત શાહના નિવેદન બાદ શરૂ થઈ. જેમાં તેમણે બિહાર ચૂંટણીમાં NDAનો ચહેરો સંયુક્ત રીતે નક્કી કરવાની વાત કરી હતી. જો કે આ પછી તરત જ રાજ્ય ભાજપ નેતૃત્વએ સ્પષ્ટ કર્યું કે માત્ર નીતિશ જ વિધાનસભા ચૂંટણીનું નેતૃત્વ કરશે.
લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, અમારા દરવાજા ખુલ્લા છે. તેઓએ તેમના દરવાજા પણ ખોલવા જોઈએ. તેનાથી બંને બાજુના લોકોને આગળ વધવામાં સરળતા રહેશે. જો કે બીજી તરફ તેજસ્વી યાદવ બિલકુલ વિપરીત વાત કરતા જોવા મળી રહ્યાં છે.
લાલુ પ્રસાદના નિવેદન બાદ તેજસ્વી યાદવે કહ્યું કે, મેં પહેલેથી જ મારું વલણ સ્પષ્ટ કરી દીધું છે. નીતીશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકારની નવા વર્ષમાં વિદાય થશે.
બીજી તરફ નીતિશ કુમાર નવા રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આવ્યા ત્યારે લાલુની ઓફર અંગે તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો નીતીશે હાથ જોડીને જવાબ ન આપ્યો. બાદમાં રાજભવનની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી, જેમાં નીતિશ તેજસ્વીનો ખંભો થપથપાવતા જોવા મળ્યા.
JDUના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન ઉર્ફે લલન સિંહે આ સવાલના જવાબમાં કહ્યું કે, NDA મજબૂત છે. જેડીયુ અને ભાજપ એક થઈ ગયા છે. આ એક આઝાદ દેશ છે અને કોઈપણ જે ઈચ્છે તે કહી શકે છે.
બીજી તરફ બિહારના વરિષ્ઠ પત્રકાર વિજય ઝાએ વન ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, આ દબાણ બનાવવાની નીતિશની રાજનીતિ હોઈ શકે છે. બિહાર વિધાનસભામાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે અને તે સીટોની સોદાબાજી કરવા માંગે છે. ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી પણ સીટો ઈચ્છે છે.
તેમણે કહ્યું કે, નીતીશ કુમાર NDA છોડશે તેની કોઈ શક્યતા નથી. તેજસ્વીએ પહેલા જ કહ્યું હતું કે તે મુખ્યમંત્રી બનશે. ભાજપે કહ્યું છે કે તે ચૂંટણીમાં એનડીએનું નેતૃત્વ કરશે. એ સ્પષ્ટ નથી થયું કે નીતિશ પણ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે, આ પણ એક કારણ હોઈ શકે છે. શક્ય છે કે તેની નજર કોઈ મોટા રિવર્ડ પર હોય.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે નીતિશ કુમાર માટે રાષ્ટ્રપતિ એવોર્ડની માંગ છેડી દીધી છે. જો કે બન્ને વચ્ચે સારૂ બોન્ડિંગ નથી એ બધા જાણે છે.
જણાવી દઈએ કે, 243 સભ્યોની બિહાર વિધાનસભામાં NDA પાસે હવે 137 ધારાસભ્યો છે. જ્યારે વિપક્ષ પાસે 106 ધારાસભ્યો છે. ભાજપ હવે 80 ધારાસભ્યો સાથેનો પક્ષ છે. આ પછી RJD પાસે 77, JDU પાસે 45, કોંગ્રેસ પાસે 19, CPI (ML) પાસે 11, હમ પાસે 4, CPM પાસે 2, CPI પાસે 2, AIMIM પાસે 1 અને 2 અપક્ષ ધારાસભ્યો છે.












Click it and Unblock the Notifications
