Bihar Election 2025 Exit Poll : સામે આવ્યા IANs-Matrize એક્ઝિટ પોલના આંકડા, જાણો બિહારમાં કોની સરકાર?

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. કુલ 122 વિધાનસભા બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં 67.14 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ ટકાવારી પ્રથમ તબક્કાના 64.14 ટકા કરતાં સહેજ વધુ છે, જેણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધાર્યો છે.

હવે સૌની નજર એક્ઝિટ પોલ પર છે, જે સંભવિત પરિણામોનો પ્રારંભિક સંકેત આપશે. જો કે, એક્ઝિટ પોલ માત્ર અનુમાન હોય છે, પરંતુ ઘણીવાર તે વાસ્તવિક પરિણામોની નજીક સાબિત થતા હોય છે.

મતદાન પહેલાં IANS-Matriz ન્યૂઝ કમ્યુનિકેશન્સના એક્ઝિટ પોલમાં સત્તાધારી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) ને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન હતું. આ સર્વે મુજબ, NDAને 147-167 બેઠકો, મહાગઠબંધનને 70-90 બેઠકો અને અન્યોને 0-2 બેઠકો મળી શકે છે.

પક્ષવાર બેઠકોનું અનુમાન

  • BJP : 65-73
  • JDU : 67-75
  • LJP-R : 7-9
  • HAM : 4-5
  • RLM : 1-2
  • RJD : 53-58
  • કોંગ્રેસ : 10-12
  • VIP : 1-4
  • LEFT : 9-14

બિહારની રાજનીતિ હંમેશા અણધારી રહી છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં પણ એક્ઝિટ પોલ મહાગઠબંધનની જીતની ભવિષ્યવાણી કરી રહ્યા હતા, પરંતુ વાસ્તવિક પરિણામો ચોંકાવનારા હતા. નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના NDAએ 125 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી, જ્યારે RJD+ ને 110, LJP ને 1 અને અન્યોને 7 બેઠકો મળી હતી.

વર્ષ 2020માં NDA (37.26%) અને મહાગઠબંધન (37.23%) વચ્ચે વોટ શેરનો તફાવત ખૂબ નજીવો હતો, પરંતુ બેઠકોની દ્રષ્ટિએ NDAની જીત નિર્ણાયક સાબિત થઈ. 2020ની જીત બાદ NDA સરકારે વીજળી, રસ્તા, પાણી અને રોજગાર જેવા ક્ષેત્રોમાં પ્રગતિના દાવા કર્યા છે, જે આ વખતના એક્ઝિટ પોલમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે.

જોકે, વિપક્ષનું કહેવું છે કે એક્ઝિટ પોલ સાઇલન્ટ વોટર્સ અને મહિલા મતદારોના વલણને અવગણી શકે છે. 2020માં પણ આવો જ ઉલટફેર થયો હતો, જ્યારે મોટાભાગના પોલ મહાગઠબંધનને 125 બેઠકો આપી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X