બિહારમાં રેકોર્કબ્રેક મતદાન, જાણો 5 વાગ્યા સુધીના આંકડા
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે. આ વખતે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જ પાછલા મતદાનનો રેકોર્ડ તૂટી ગયો છે, જેમાં રાજ્યમાં 60.13 ટકા મતદાન નોંધાયું છે.
ગઈ વખતે આ 121 બેઠકો પર કુલ 55.81 ટકા મતદાન થયું હતું. 2020ની ચૂંટણીમાં 243 બેઠકો પર 58.7 ટકા મતદાન થયું હતું, જ્યારે 2015ની વિધાનસભા ચૂંટણીમાં બિહારમાં કુલ 56.9 ટકા મતદાન નોંધાયું હતું.

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 18 જિલ્લાના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. ચૂંટણી પંચ દ્વારા સાંજે 5 વાગ્યા સુધી જાહેર કરાયેલા આંકડા મુજબ, બેગુસરાયમાં સૌથી વધુ 67.32 ટકા મતદાન થયું.
ખગડિયામાં 60.65 ટકા, ગોપાલગંજમાં 64.96 ટકા, દરભંગામાં 58.38 ટકા, નાલંદામાં 57.58 ટકા, પટનામાં 55.02 ટકા, ભોજપુરમાં 53.24 ટકા અને બક્સરમાં 55.10 ટકા લોકોએ મતદાન કર્યું છે.
આ ઉપરાંત મધેપુરામાં 65.74 ટકા, મુંગેરમાં 54.90 ટકા, મુઝફ્ફરપુરમાં 64.63 ટકા, લખીસરાયમાં 62.76 ટકા, વૈશાલીમાં 59.45 ટકા, શેખપુરામાં 52.36 ટકા, સમસ્તીપુરમાં 66.65 ટકા, સહરસમાં 62.65 ટકા અને સારણમાં 60.90 ટકા મતદાન નોંધાયું છે.
મુખ્ય ઉમેદવારોના વિધાનસભા ક્ષેત્રોની વાત કરીએ તો રાઘોપુરમાં 64.01 ટકા મતદાન થયું, જ્યાંથી તેજસ્વી યાદવ ચૂંટણી લડી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ મહુઆથી ઉમેદવાર છે, જ્યાં 54.88 ટકા મતદાન થયું છે.
તારાપુર બેઠક પર સમ્રાટ ચૌધરી ચૂંટણી મેદાનમાં છે, જ્યાં સાંજે 5 વાગ્યા સુધીમાં 58.33 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. વિજય કુમાર સિંહા લખીસરાયથી ઉમેદવાર છે, જ્યાં 60.51 ટકા મત પડ્યા છે.
ખેસારી લાલ યાદવ છપરાથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં 56.32 ટકા મતદાન થયું. મૈથિલી ઠાકુર અલીનગરથી ઉમેદવાર છે, જ્યાં 58.05 ટકા મતદાન નોંધાયું છે. અનંત સિંહ મોકામાથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જ્યાં 60.16 ટકા મત પડ્યા છે.
ભોરે (ઉમેદવાર પ્રીતિ કિન્નર) બેઠક પર 61.05 ટકા, સીવાન (મંગલ પાંડે) બેઠક પર 57.38 ટકા, સરાયરંજન (વિજય કુમાર ચૌધરી) બેઠક પર 70.19 ટકા, લાલગંજ (મુન્ના શુક્લાની દીકરી શિવાની શુક્લા) બેઠક પર 60.17 ટકા અને રઘુનાથપુર (શાહબુદ્દીનના દીકરા ઓસામા શાહબ) બેઠક પર 51.18 ટકા મતદાન નોંધાયું હતું.












Click it and Unblock the Notifications
