Video : બિહારમાં મતદાન દરમિયાન ડેપ્યુટી સીએમ પર છાણ-ચંપલથી હુમલો, આરજેડી કાર્યકરો પર આરોપ

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન લખીસરાયમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિંહાનો કાફલો વિવાદમાં ફસાયો હતો.

જ્યારે સિંહા પોતાના વિધાનસભા ક્ષેત્રના ખોરિયારી ગામ પહોંચ્યા, ત્યારે અચાનક વાતાવરણ તણાવપૂર્ણ બની ગયું. હકીકતમાં વિજય સિંહા ખોરિયારી ગામ પહોંચ્યા ત્યારે ગામના કેટલાક લોકોએ તેમનો રસ્તો રોકી દીધો અને જોતજોતામાં પરિસ્થિતિ વણસી ગઈ.

ટોળાએ મુર્દાબાદના નારા લગાવ્યા, ચંપલો ફેંકી અને કાફલા પર પથ્થરમારો કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષાકર્મીઓને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. નારાબાજી અને ચંપલો ફેંકવામાં આવી હતી.

ઘટનાસ્થળે હાજર પોલીસે ટોળાને નિયંત્રિત કરવાનું શરૂ કર્યું. પરિસ્થિતિ વણસતી જોઈને વધારાના પોલીસ દળને બોલાવવામાં આવ્યું, ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીના કાફલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ટોળાએ સિંહાની ગાડી સામે નારાબાજી શરૂ કરી હતી. નાયબ મુખ્યમંત્રી અને લખીસરાયના ભાજપના ઉમેદવાર વિજય કુમાર સિંહા જ્યારે તેમના મતવિસ્તારના ખોરિયારી ગામની મુલાકાતે હતા ત્યારે RJD સમર્થકોએ તેમની ગાડીને ઘેરી લીધી.

RJD સમર્થકોએ વિજય સિંહાના કાફલા પર ચંપલો, પથ્થરો અને છાણ ફેંક્યું અને મુર્દાબાદના નારા લગાવ્યા. આ ઘટના બાદ નાયબ મુખ્યમંત્રીએ SP સાથે ફોન પર વાત કરી હતી. ANI દ્વારા 6 નવેમ્બર 2025 ના રોજ ટ્વીટ કરવામાં આવ્યું હતું.

આ ઘટના પછી, વિજય કુમાર સિંહાએ પોલીસ અધિક્ષક (SP) સાથે વાત કરીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી. તેમણે આ હુમલા માટે રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સમર્થકોને જવાબદાર ઠેરવ્યા છે.

ચૂંટણી વચ્ચે આ પ્રકારની અથડામણથી લખીસરાય અને આસપાસના વિસ્તારોમાં રાજકીય તણાવ વધી ગયો છે. સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X