Bihar CM Nitish Kumar Resign: એક જ કાર્યકાળમાં ત્રીજીવાર બનશે CM, નીતીશ કુમારે આપ્યું રાજીનામુ
Bihar CM Nitish Kumar Resign: બિહારમાં સત્તા પરિવર્તન લગભગ થઈ ગયું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે પાર્ટીની બેઠકમાં રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.
નીતીશ કુમાર ધારાસભ્યો સામે ભાવુક જોવા મળ્યા, તેમણે જણાવ્યું હતું કે, અમે અમારી પાર્ટીના એજન્ડા પર બિહારમાં સરકાર ચલાવી શક્યા નથી. માત્ર એક નાનકડું ભાષણ આપતાં તેમણે JDU ધારાસભ્યોને પોતાના નિર્ણયની જાહેરાત કરી છે. આ પછી તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.

જેડીયુના ધારાસભ્યોએ પણ સીએમ નીતિશ કુમારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ શરત રાખી હતી કે નીતિશ કુમાર પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સમર્થનનો પત્ર આપશે.












Click it and Unblock the Notifications
