અચ્છે દિન આ ગયે, બધા અનુભવે તેવી આશાઃ નીતિશ કુમાર
પટના, 17 મેઃ લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની સુનામી માત્ર કોંગ્રેસને જ નહીં પરંતુ પ્રાદેશિક પક્ષોને ગળી ગઇ છે. ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવ અને માયાવાતીના હાલ બેહાલ કર્યા છે તો બિહારમાં લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારની ઉંઘ છીનવી લીધી છે. લોકસભા ચૂંટણીમાં મળેલા કારમા પરાજયથી આહત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં નૈતિક જવાબદારી સ્વીકારીને હું રાજીનામું આપું છું..
નીતિશ કુમારે કહ્યું કે, લોકસભા ચૂંટણીના પરિણામ આવી રહ્યાં હતા તે દરમિયાન લોકોએ મારી પાસે હું આ જનાદેશનો સન્માન કરું છું. બિહારમાં મારી પાર્ટીના ચૂંટણી અભિયાનનું હું નેતૃત્વ કરી રહ્યો હતો અને જે ચૂંટણી પરિણામ આવ્યા તેની જવાબદારી હું લઉ છું, તેને ધ્યાનમાં રાખીને મે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.
આ ચૂંટણીમાં નીતિ અને મુદ્દાઓ પર વાતો ઓછી થઇ રહી હતી. વ્યક્તિગત ટીપ્પણી કરવામાં આવી રહી હતી. આ સ્તરનો રાજકીય પ્રચાર મે મારા રાજકારણના દૌરમાં જોયો નથી. અમે મર્યાદાનું પાલન કરીને ચૂંટણી અભિયાન મુદ્દાઓ આધારિત હતા. અમે જેવું ઇચ્ચી રહ્યાં હતા તેવું પરિણામ મળ્યું નથી. તેથી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી રહ્યો છું. આ ચૂંટણીના પરિણામોને લઇને જિલ્લા કક્ષાનું વિશ્લેષણ કરતા પહેલા પાર્ટીની અંદર પણ એ અંગે ચર્ચા કરવામાં આવશે.
દેશના જે મુદ્દાઓ છે તેના પર વિજેતા લોકો ધ્યાન આપશે, જે સ્વપ્ન દર્શાવ્યા છે તેને પૂરા કરશે, યુવાનોને રોજગારી પૂરી પાડશે. અચ્છે દિન આ ગયે હે અને બધાને સારા દિવસોનો અનુભવ થશે તેવી આશા છે. મે મારા પદેથી રાજીનામું આપ્યું છે અને વિધાનસભાને ભંગ કરવાની ભલામણ કરી નથી. વૈકલ્પિક સરકાર બનાવવાનો વિકલ્પ ખુલ્લો છે. ભાજપ સાથે ગઠબંધન તોડવાનો નિર્ણય યોગ્ય હતો. તે નિર્ણય સિદ્ધાંતના આધારે તે તોડવામાં આવ્યું હતું. જે સિદ્ધાંતો લઇને અમે ભાજપ સાથે જોડાયા હતા તે સિદ્ધાંતો આગળ જતા ભુલાતા હોવાનું લાગતા અમે અલગ થવાનું નક્કી કર્યું હતું.

નોંધનીય છેકે સવારે એલજેપીના રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે, ભાજપ અને એલજેપીના કાર્યકર્તાઓ તૈયાર રહે, બિહારમાં ગમે તે સમયે ચૂંટણી આવી શકે છે. તેમણે કહ્યું કે બિહારમાં ભાજપ અને એલજીપી સાથે મળીને ચૂંટણી લડશે, હવે ક્યારેય એનડીએ નહીં છોડું.












Click it and Unblock the Notifications
