Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રિટાયર્ડ આઈજીની પુત્રીએ 14માં માળેથી કૂદીને કરી આત્મહત્યા

રિટાયર્ડ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસની પુત્રીએ કથિત રીતે પટના સ્થિત પોતાના ઘરના 14માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

બિહારમાં પૂર્વ વરિષ્ઠ પોલિસ અધિકારીની પુત્રીએ આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. જાણકારી અનુસાર રિટાયર્ડ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસની પુત્રીએ કથિત રીતે પટના સ્થિત પોતાના ઘરના 14માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘટના સ્થળે પોલિસની ટીમ પહોંચી ગઈ છે. પટનાના ડીએમ અને એસએસપી પણ ઘટના સ્થળે હાજર છે. પોલિસ મામલાની તપાસ કરી રહી છે. જો કે હજુ સુધી આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શક્યુ નથી. પટનાના એસએસપી મનુ મહારાજે કહ્યુ કે શરૂઆતમાં એવુ લાગે છે કે આ આત્મહત્યાનો મામલો છે. અમે મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. પીડિત પરિવાર શોકમાં છે એટલા માટે અમે કોઈ પૂછપરછ કરી નથી. હજુ સુધી આ મામલે કોઈ સુસાઈડ નોટ મળી નથી.

થઈ ચૂકી હતી સગાઈ

થઈ ચૂકી હતી સગાઈ

પૂર્વ આઈજીની પુત્રીની સોમવારે કિશનગંજના ડીએમ સાથે લગ્ન થવાના હતા. પરંતુ લગ્નના એક દિવસ પહેલા જ પુત્રીએ 14માં માળેથી કૂદીને પોતાનો જીવ આપી દીધો છે. પૂર્વ આઈજીની પુત્રીનું સ્નિગ્ધા છે અને તેના લગ્નની તિલક રસમ થઈ ચૂકી હતી. આ સાથે જ તેની સગાઈની રસમો પણ શનિવારે પૂરી થઈ ચૂકી હતી.

પ્રેમ પ્રસંગનો મામલો

પ્રેમ પ્રસંગનો મામલો

પૂર્વ આઈજીનું નામ સુધાંશુ કુમાર છે. તે ઉદયગિરી એપાર્ટમેન્ટમાં રહેતા હતા કે જે મ્યુઝિયમ સામે છે. સ્નિગ્ધા આજે સવારે જ પોતાના ડ્રાઈવર સાથે એપાર્ટમેન્ટમાં પહોંચી હતી જ્યાં તેણે આજે સવારે આત્મહત્યા કરી દીધી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ પ્રેમ પ્રસંગનો મામલો છે આના કારણે લગ્નના એક દિવસ પહેલા જ પુત્રીએ આત્મહત્યા કરી લીધી. ઘરની છતથી મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. વળી, પરિવારની આ મામલે પોલિસ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડૉક્ટરનો અભ્યાસ

ડૉક્ટરનો અભ્યાસ

સ્નિગ્ધાએ આઈજીએમએસથી એમડીનો અભ્યાસ કર્યો હતો અને તે કોલકત્તાથી પીજીનો અભ્યાસ કરી રહી હતી. અહીંના એક સહપાઠી સાથે તેનો પ્રેમ સંબંધ હતો પરંતુ ઘરવાળાને આ સંબંધ પસંદ નહોતો. ત્યારબાદ તેમના લગ્ન કિશનગંજના ડીએમ સાથે નક્કી કરી દેવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X