Bihar Election 2020 Live Update in Gujarati: બપોરે 3 વાગ્યા સુધીમાં 46.29 ટકા મતદાન થયું

Bihar Election 2020 Live Update in Gujarati: બપોરે 3 વાગ્યા સુધીમાં 46.29 ટકા મતદાન થયું

bihar assembly elections 2020

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં હવે ગણતરીનો સમય જ બાકી છે. બિહારની 71 સીટ પર બુધવારે મતદાન થનાર છે. આ વખતે ચૂંટણીમાં જેડીયૂ અને ભાજપના ગઠબંધન એનડીએ અને આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધન વચ્ચે છે. મહાગઠબંધનમાં હવે વામ દળ પણ સામેલ છે. પહેલા તબક્કામાં દક્ષિણ ભોજપુર અને પાટલિપુત્ર-મગધ ક્ષેત્રમાં ચૂંટણી થવા જઈ રહી છે. આ ક્ષેત્ર કેટલાય વર્ષોથી જાતિગત અશાંતિના સાક્ષી રહ્યા છે. 1980 અને 90ના દેશકમાં આ ક્ષેત્રોમાં જાતિ અને ભૂમિ મોટે પાયે જોવા મતી હતી. આ હિંસાએ રણવીર સેના જેવા સશસ્ત્ર સંગઠનને જન્મ આપ્યો હતો. જેનું પરિણામ એ થયું કે અહીં સમુદાયોમાં એકબીજા પ્રત્યે ઘણી નફરત છે.

Oct 28, 2020, 4:58 pm IST

જમુઈ જિલ્લામાં ઉત્સાહ સાથે મતદાતા વોટિંગ કરવા પહોંચ્યા
Oct 28, 2020, 4:33 pm IST

બપોરે 3 વાગ્યા સુધીમાં 46.29 ટકા મતદાન થયું
Oct 28, 2020, 4:04 pm IST

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધી 46.29 ટકા મતદાન થયું
Oct 28, 2020, 3:56 pm IST

કોંગ્રેસ સાંસદ રાહુલ ગંધીએ આજે કરેલા ટ્વીટને લઈ ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી, આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો.
Oct 28, 2020, 3:41 pm IST

વધુમાં વધુ મતદાતાઓને પોલિંગ બૂથ સુધી લઈ જવા માટે ચૂંટણી પંચે મતદાતાઓને પ્રશસ્ત્રિ પત્ર આપી સન્માનિત કર્યા.
Oct 28, 2020, 3:20 pm IST

કોંગ્રેસ સાંસદ રાહુલ ગંધીએ આજે કરેલા ટ્વીટને લઈ ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી, આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો.
Oct 28, 2020, 2:31 pm IST

બિહારના બક્સરામં મત આપવા વિશાળ સંખ્યામાં મહિલાઓ પહોંચી રહી છે, પહેલા તબક્કામાં 71 વિધાનસભા સીટ પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
Oct 28, 2020, 2:19 pm IST

બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝીએ ગયાના પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો, 71 સીટમાંથી 50 સીટ એનડીએને મળી હોવાનો દાવો કર્યો.
Oct 28, 2020, 1:03 pm IST

બિહારની જહાનાબાદ વિધાનસભા સીટના આદર્શ મતદાન કેન્દ્ર પર મતદાતાઓને પ્રશસ્તિ પત્ર અને છોડવા આપી સન્માનિત કરવામાં આવ્યા, લોકોને વધુમાં વધુ સંખ્યામાં મત નાખવાની અપીલ કરવામાં આવી
Oct 28, 2020, 12:57 pm IST

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં બક્સરમાં બનેલ પોલિંગ બૂથ પર માસ્ક પહેરી વોટ નાખવા પહોંચ્યા લોકો, પોલિંગ બૂથ પર ગ્લવ્સ પણ આપ્યા
Oct 28, 2020, 12:27 pm IST

કૈમૂરમાં મતદાન ચાલુ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં કૈમૂરમાં મતદાન ચાલુ, મતદાન પહેલા બધા મતદારોને આપવામાં આવ્યા ગ્લવ્ઝ.
Oct 28, 2020, 12:18 pm IST

જહાનાબાદમાં મતદાન ચાલુ

જહાનાબાદમાં મતદાન કરવા પહોંચ્યા દિવ્યાંગ મતદારો, બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 71 સીટો માટે કરવામાં આવી રહ્યુુ છે મતદાન.
Oct 28, 2020, 12:09 pm IST

પહેલા તબક્કામાં 1066 ઉમેદવાર મેદાનમાં

પહેલા તબક્કામાં 1066 ઉમેદવાર મેદાનમાં
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 71 સીટો પર મેદાનમાં છે 1066 ઉમેદવારો. બિહારના લગભગ 2.14 કરોડ મતદારો કરશે 1066 ઉમેદવારોના નસીબનો ફેસલો.
Oct 28, 2020, 11:57 am IST

18.48 ટકા મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 18.48 ટકા મતદાન, 71 સીટો પર સાંજે 6 વાગ્યા સુધી નાખવામાં આવશે મત.
Oct 28, 2020, 11:41 am IST

ઉર્મિલા માતોંડકરની અપીલ

ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે લોકોને મતદાનની કરી અપી, ટ્વિટમાં પ્રવાસી મજૂરો સાથે જોડાયેલા સમાચાર કર્યા શેર.
Oct 28, 2020, 11:21 am IST

કૃષિ મંત્રી પર FIR

કમળના નિશાનવાળા માસ્ક પહેરીને મત આપવા પહોંચ્યા બિહારના કૃષિ મંત્રી, ચૂંટણી પંચે આચાર સંહિતાનુ ઉલ્લંઘન માનીને એફઆઈઆર કરાવવાનો આદેશ આપ્યો.
Oct 28, 2020, 11:14 am IST

બિહારના સાસારામમાં મતદાન માટે લોકો પહોંચ્યા, સોશિયલ ડિસ્ટેન્સિંગ અને કોરોના વાયરસથી બચાવના ઉપાયો સાથે મત નાખી રહ્યા છે મતદાતા
Oct 28, 2020, 11:11 am IST

બિહારના લખીસરાયમાં પોલિંગ બૂથ નંબર 115 પર પર લોકોએ વોટિંગનો બહિષ્કાર કર્યો, રમત ગમતના મેદાનમાં મ્યૂઝિયમ બનવાથી નારાજ છે ગામના લોકો
Oct 28, 2020, 11:10 am IST

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે થઈ રહ્યું છે મતદાન, મોટી સંખ્યામાં વોટ આપવા પહોંચી રહ્યા છે લોકો
Oct 28, 2020, 11:09 am IST

મુંગેરની ઘટનાને લઈ ચિરાગ પાસવાનનો પ્રહાર, કહ્યું- જનરલ ડાયરની ભૂમિકા નિભાવી રહ્યા છે સીએમ નીતિશ કુમાર, ઘટના માટે તેઓ જવાબદાર છે.
Oct 28, 2020, 10:50 am IST

પ્રેમ કુમારે આપ્યો મત

બિહારના મંત્રી પ્રેમ કુમારે ગયાના મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપ્યો. લોકોને પણ મત આપવાની કરી અપીલ.
Oct 28, 2020, 10:45 am IST

અમિત શાહે કરી અપીલ

ગૃહમંત્રી અમિત શાહે બિહારના લોકોને મતદાન કરવાની અપીલ કરી કહ્યુ - તમારો એક મત બિહારને ભય અને ભ્રષ્ટાચારથી દૂર રાખી વિકાસ અને પ્રગતિના પથ પર આગળ રાખશે.
Oct 28, 2020, 10:21 am IST

ચિરાગ પર જેડીયુનો હુમલો

ચિરાગ પાસવાન પર જેડીયુએ કર્યો હુમલો, જેડીયુ નેતા સંજય ઝાએ કહ્યુ - તેજસ્વી યાદવની બી ટીમ છે ચિરાગ પાસવાન.
Oct 28, 2020, 10:17 am IST

બક્સરમાં મતદાન ચાલુ

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં જિલ્લા ચૂંટણી પદાધિકારી સહ જિલ્લા પદાધિકારીઓ કર્યુ મતદાન, બક્સર જિલ્લાના મતદારોને મતદાન કરવાની કરી અપીલ.
Oct 28, 2020, 10:03 am IST

8 મંત્રીઓનુ નસીબ દાવ પર

પહેલા તબક્કાના મતદાનમાં નીતિશ સરકારના 8 મંત્રીઓના નસીબ દાવ પર, ત્રણ તબક્કાના મતદાન બાદ 10 નવેમ્બરે જાહેર થશે ચૂંટણી પરિણામ.
Oct 28, 2020, 9:52 am IST

લખીસરાયમાં લોકોનો વિરોધ

બિહારના લખીસરાયમાં લોકોએ ખેલના મેદાનની માંગ મેટા કર્યો વિરોધ, કહ્યુ - જ્યાં સુધી લેખિતમાં આશ્વાસન આપવામાં નહિ આવે ત્યાં સુધી મત નહિ આપીએ.
Oct 28, 2020, 9:42 am IST

શ્રેયસી સિંહે આપ્યો મત

બિહારની જમુઈ વિધાનસભા સીટથી ભાજપની ઉમેદવાર અને નેશનલ શૂટર શ્રેયસી સિંહે નયા ગાંવ વિસ્તારના પોલિંગ બુથ પર આપ્યો પોતાનો મત.
Oct 28, 2020, 9:29 am IST

5 ટકા મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં બધી 71 સીટો પર સવારે 8 વાગ્યા સુધી 5 ટકા મતદાન, કોરોના વાયરસથી બચાવના ઉપાયો વચ્ચે મતદાન ચાલુ
Oct 28, 2020, 9:28 am IST

ચિરાગનો ઉપયોગ કરી રહ્યુ છે ભાજપ

પહેલા તબક્કાના મતદાન વચ્ચે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનુ નિવેદન - પોતાના ફાયદા માટે ચિરાગ પાસવાનનો ઉપયોગ કરી રહ્યુ છે ભાજપ.
Oct 28, 2020, 9:18 am IST

ગયામાં મતદાન ચાલુ

બિહારના ગયામાં પોલિંગ બુથ 10 પર મતદારોની લાંબી લાઈનો. વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોની મદદ કરી રહ્યા છે સીઆરપીએફના જવાન.
READ MORE

ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કાની 71 સીટમાંથી 22 સીટ પર યાદવ સમુદાયના ધારાસભ્યોનો હાલ કબ્જો છે. 2015ની ચૂંટણીમાં અહીં સૌથી વધુ યાદવ સમુદાયના ધારાસભ્ય જીતવામાં સફળ રહ્યા હતા. આ 71 સીટમાંથી 22 યાદવ જીત્યા હતા જ્યારે રાજપૂત, ભૂમિહાર અને કુશવાહા સમુદાયના સાત-સાત ધારાસભ્યો જીત્યા હતા. જ્યારે ત્રણ સીટ પર કુર્મી સમુદાયના ધારાસભ્યોનો કબ્જો છે અને 13 સુરક્ષિત સીટો પર એસસી-એસટી સમુદાયના ધારાસભ્યો જીત્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X