Bihar election 2025 : પ્રશાંત કિશોરની જનસુરાજે ૬૫ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી
Bihar election 2025 : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ પહેલા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ (JanSuraaj) એ ઉમેદવારોની પોતાની બીજી સૂચિ જાહેર કરી છે.
આ યાદીમાં કુલ ૬૫ ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. આ જાહેરાત સાથે જનસુરાજ રાજ્યના રાજકારણમાં એક નવો માહોલ ઊભો કરી રહ્યું છે.

આ બીજી યાદીમાં ૨૦ આરક્ષિત બેઠકો (જેમાં ૧૯ અનુસૂચિત જાતિ - SC અને ૧ અનુસૂચિત જનજાતિ - ST માટે) અને ૪૬ સામાન્ય બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરાયા છે.
આ લિસ્ટમાં સૌથી વધુ ધ્યાન ખેંચી રહેલું નામ ભાગલપુર બેઠકના ઉમેદવાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભયકાંત ઝાનું છે. ૭૪ વર્ષીય ઝા એ વ્યક્તિ છે, જેમણે ભાગલપુર રમખાણો દરમિયાન મુસ્લિમ સમુદાય તરફથી કેસ લડીને વ્યાપક પ્રસિદ્ધિ મેળવી હતી.
પ્રશાંત કિશોરે પત્રકાર પરિષદમાં અભયકાંત ઝાનું સ્વાગત કરતાં કહ્યું કે, જનસુરાજ એવા લોકોને તક આપે છે જેમણે સમાજ માટે નિઃસ્વાર્થ
ભાવે કામ કર્યું છે. અભયકાંત ઝા જેવા મહાનુભાવો બિહારની નવી રાજનીતિની ઓળખ છે.
બંને યાદીઓને એકસાથે જોતાં જનસુરાજે અત્યાર સુધીમાં કુલ ૧૧૬ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં ૨૫ બેઠકો આરક્ષિત છે.
બાકીની ૯૧ સામાન્ય બેઠકોમાંથી ૩૧ બેઠકો અતિ પછાત સમાજ (Extremely Backward Class - EBC)ના ઉમેદવારોને આપવામાં આવી છે.
આ એક નોંધપાત્ર પગલું છે, કારણ કે જનસુરાજ પહેલી એવી રાજકીય પાર્ટી બની છે જેણે આ સમાજને કુલ બેઠકોના એક તૃતીયાંશથી વધુ હિસ્સેદારી આપી છે.
આ નિર્ણય દ્વારા પ્રશાંત કિશોર સામાજિક સંતુલનને મહત્વ આપીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે બિહારની ચૂંટણીમાં એક મોટું પરિબળ બની શકે છે.












Click it and Unblock the Notifications
