Bihar election 2025 : બિહારના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી 6 હત્યાના આરોપી, પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો
Bihar election 2025 : જન સ્વરાજ અભિયાનના સૂત્રધાર પ્રશાંત કિશોરે બિહારની રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. સોમવારે પટનામાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે રાજ્યના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી અને મંત્રી અશોક ચૌધરી પર ગંભીર આરોપો લગાવ્યા.
તેમણે દાવો કર્યો છે કે સમ્રાટ ચૌધરી માત્ર રાજકીય વ્યક્તિ જ નહીં પરંતુ હત્યા અને ચકચાર મચાવનારા શિલ્પી-ગૌતમ કેસ જેવા મામલાઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે.

પ્રશાંત કિશોરે દાવો કર્યો કે ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરી 6 લોકોની હત્યાના આરોપી છે. તેમણે તારાપુર કેસ નંબર 44/1995નો હવાલો આપ્યો અને કહ્યું કે આ અંગે સુપ્રીમ કોર્ટના દસ્તાવેજો ઉપલબ્ધ છે.
PKના મતે સમ્રાટ ચૌધરીએ સગીર હોવાનો હવાલો આપીને જેલમાંથી રાહત મેળવી હતી, પરંતુ 2020ના ચૂંટણી સોગંદનામા મુજબ તે સમયે તેમની ઉંમર 26 વર્ષ હોવી જોઈતી હતી. પ્રશાંત કિશોરે આ સમગ્ર કથાને સંદિગ્ધ ગણાવી છે.
પીકેએ સ્પષ્ટ માંગ કરી છે કે જો સમ્રાટ ચૌધરીની ધરપકડ ન થાય તો બિહારમાં હત્યાના અન્ય તમામ આરોપીઓને પણ જેલમાંથી મુક્ત કરી દેવા જોઈએ. તેમણે ધમકી આપી છે કે જો સરકાર કાર્યવાહી નહીં કરે તો તેઓ કોર્ટનો દરવાજો ખટખટાવશે.
પ્રશાંત કિશોરે 1999ના ચકચારભર્યા શિલ્પી-ગૌતમ બળાત્કાર અને હત્યા કેસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે દાવો કર્યો કે આ મામલામાં પણ સમ્રાટ ચૌધરીનું નામ હતું.
બીજી તરફ ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીએ પ્રશાંત કિશોરના આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, કોર્ટે મને 1997-98માં જ નિર્દોષ જાહેર કરી દીધો હતો. પ્રશાંત કિશોર પાસે કોઈ મુદ્દો નથી, એટલે તેઓ ધ્યાન ખેંચવા માટેની રાજનીતિ કરી રહ્યા છે. હું પુરાવાઓ સાથે નિર્દોષ સાબિત થઈ ચૂક્યો છું.
પ્રશાંત કિશોરે વધુ એક મોટો દાવો કર્યો કે સમ્રાટ ચૌધરીનું અસલી નામ રાકેશ કુમાર હતું. તેમણે આરોપ લગાવ્યો કે ચૌધરી નામ બદલવાના માસ્ટર છે અને તેઓ કોંગ્રેસ નેતા સદાનંદ સિંહની હત્યા કેસમાં પણ આરોપી હતા. તેમણે નકલી વય પ્રમાણપત્ર બનાવીને પોતાને સગીર જાહેર કરીને જેલમાંથી મુક્તિ મેળવી હોવાનો પણ દાવો કર્યો.
શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવતા PKએ કહ્યું કે 2010માં ચૌધરીએ પોતાને સાતમી પાસ ગણાવ્યા હતા અને હવે તેઓ મેટ્રિક પાસ હોવાનું કહે છે. પ્રશાંત કિશોરે સવાલ કર્યો કે તઓ જણાવે કે ક્યારે મેટ્રિક પાસ કર્યું?
પ્રશાંત કિશોરની આ પ્રેસ કોન્ફરન્સ બાદ બિહારના રાજકારણમાં જબરદસ્ત હલચલ મચી ગઈ છે. જ્યાં સમ્રાટ ચૌધરી આરોપોને નકારી રહ્યા છે, ત્યાં PK દસ્તાવેજો અને જૂના કેસોનો હવાલો આપીને સરકાર પર સતત દબાણ વધારી રહ્યા છે.
શિલ્પી-ગૌતમ કેસનું નામ ફરી ચર્ચામાં આવતા લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે શું સત્તામાં બેઠેલા નેતાઓ સામે નિષ્પક્ષ કાર્યવાહી થશે કે મામલો ફરી દબાવી દેવામાં આવશે?
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?











Click it and Unblock the Notifications
