For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર મધ્યાહન ભોજન: મધુબનીમાં ભોજનથી 15 બાળકો બેભાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મધુબની, 17 જુલાઇ: બિહારના મધુબની જિલ્લામાં નૂરચક ગામ નજીક નવટોલિયા સ્થિત મધ્ય વિદ્યાલયમાં ઝેરયુક્ત મધ્યાહન ભોજન ખાધા પછી લગભગ 50 વિદ્યાર્થીઓ બિમાર પડી ગયા છે. આમાં ગરોળી પડે હતી. વિસ્ફીના તબીબી અધિકારી ડૉ. એ કે પ્રભાતે જણાવ્યું હતું કે બીમાર બાળકોની સારવાર ચાલુ છે અને તેમાં પાંચની સ્થિતી ગંભીર છે, જ્યારે બાકીના બાળકો ખતરાથી બહાર છે. કહેવામાં આવે છે કે ભોજન ખાધા પછી કેટલાક બાળકો બેભાન થઇ ગયા હતા.

નવટોલિયા સ્થિત મધ્ય વિધ્યાલયમાં ઝેરયુક્ત મધ્યાહન ભોજન ખાધા પછી પેટમાં દુખાવો તથા ઉલ્ટીની ફરિયાદ થઇ હતી, ત્યારબાદ આ બાળકોને સ્વાસ્થ્ય કેન્દ્રમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. મધ્યાહન ભોજનમાં એક મરેલી ગરોળી જોવા મળી હતી. સ્વાસ્થ્ય કેન્દ્ર પર પહોંચેલા વિસ્ફીના અંચલાધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

બીજી તરફ બિહાર સારણ જીલ્લામાં એક સરકારી પ્રાથમિક સ્કૂલમાં મધ્યાહન ભોજન ખાધા પછી ભોજન ઝેરયુક્ત હોવાના કારણે મરનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સંખ્યા વધીને 22 થઇ ગઇ છે. આધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે અત્યાર સુધી કુલ 22 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના મોત નિપજ્યાં છે તથા સ્કૂલની એક મહિલા રસોયણ ઉપરાંત 24 બાળકો પણ બિમાર છે જેની સારવાર પટણા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ચાલુ છે.

મૃતક 22 બાળકોમાંથી બે બાળકોના મોત પીએમસીએચમાં સારવાર દરમિયાન નિપજ્યું હતું. જેમાં એકનું સવારે ચારવાગે જ્યારે બીજી એક બાળકી શાંતિ કુમારી જે પીએમસીએચના આસીયૂમાં ભરતી કરાવવામાં આવ્યા છે, જેને આજે 11 વાગે અંતિમ શ્વાસ લીધા હતા.

English summary
A day after 22 kids lost their lives due to food poisoning after consuming mid-day meal at a government primary school in Bihar's Saran district, some more kids were taken ill in the state's Madhubani district on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X