બિહાર પંચાયતે અપરણિત યુવતીઓને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ લગાવ્યો!
પટણા, 26 ડિસેમ્બર: બિહારની એક પંચાયતે અપરણિત યુવતીઓ પર મોબાઇલ રાખવા પ્રતિબંધ લાદી દીધો છે. પશ્ચિમી ચંપારણ જિલ્લાના સોમગઢ પંચાયતમાં આ તુગલકી ફરમાન મંગળવારની રાત્રે જારી કરવામાં આવ્યું છે.
પંચાયતે એવું ફરમાન પણ જારી કર્યું છે કે જો યુવતીએ મોબાઇલ રાખ્યો તો તેના પરિવારજનો પાસેથી મોટો દંડ વસૂલવામાં આવશે. પંચાયત પ્રમુખના પતિ જાકિર અન્સારીએ આ વાત જણાવી. જોકે જાકિર જ પંચાયતનું તમામ કામકાજ જુએ છે.
તેણે જણાવ્યું કે હજારો ગામવાસીઓની સહમતીથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ પરિવારવાળાઓને કહી દેવામાં આવ્યું છે કે આ આદેશનો ભંગ ના કરે.

બિહારમાં આ પ્રથમ ઘટના નથી, આ પહેલા પર ઓરંગાબાદની એક પંચાયતે વિદ્યાર્થીઓને મોબાઇલ રાખવા પર પાબંદી લગાવી દીધી હતી, એટલું જ નહીં તેણે યુવતીઓને કહ્યું હતું કે તેઓ ભડકાઉ કપડા ના પહેરે.












Click it and Unblock the Notifications
