For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bihar Paper Leak : ગુજરાત બાદ હવે બિહારમાં પેપર ફુટ્યું, BSEB 12મા ધોરણની પરીક્ષાનું પેપર લીક

Paper Leak : મુઝફ્ફરપુરમાં પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ બાદ સવારે 940 વાગે પ્રશ્નપત્ર વાયરલ થયું હોવાનું કહેવાય છે. પ્રથમ પાળીની પરીક્ષા 930 કલાકે શરૂ થઈ હતી.

|
Google Oneindia Gujarati News

Bihar Paper Leak : ગુજરાતની પેપર ફુટવાની ઘટના પડઘા હજૂ શમ્યા નથી. આ વચ્ચે હવે બિહારમાં પેપર ફુટવાની ઘટના સામે આવી છે. બિહાર બોર્ડની ઇન્ટરમિડિએટની પરીક્ષાના પહેલા દિવસે જ સોશિયલ મીડિયા પર પ્રશ્ન પત્ર વાયરલ થઇ રહ્યું છે.

બુધવારની સવારે સાડા 9 કલાકે પરીક્ષા શરૂ થઇ ચૂકી છે. પરીક્ષા શરૂ થયાની દસ મીનિટ બાદ જ સોશિયલ મીડિયામાં પ્રશ્ન પત્ર વાયરલ થઇ રહ્યું છે. સૌથી પહેલા આ પેપર મુઝ્ઝફરપુરમાંથી લીક થયું હતું.

BSEB 12 મી પરીક્ષાનું પેપર લીક

BSEB 12 મી પરીક્ષાનું પેપર લીક

ઉલ્લેખનીય છે કે, ઈન્ટરમીડિયેટની વાર્ષિક પરીક્ષા બુધનાર પર બે શિફ્ટમાં શરૂ થઈ હતી. ગણિતની પરીક્ષા પ્રથમ પાળીમાં આપવામાંઆવી રહી છે. બીજી પાળીમાં હિન્દીની પરીક્ષા થશે. કડક દેખરેખ વચ્ચે, બોર્ડ દ્વારા ગેરરીતિ મુક્ત પરીક્ષા અંગે સતત દાવાઓ કરવામાંઆવી રહ્યા હતા.

આ દરમિયાન પ્રથમ પાળીમાં BSEB 12 મી પરીક્ષાનું પેપર લીક થવાના સમાચારે શિક્ષણ વિભાગમાં હલચલ મચાવી દીધી છે.

જોકે, હજૂ સુધી આ વાતની ખાત્રી થઇ નથી કે, વાયરલ થઈ રહેલું પ્રશ્નપત્ર સાચું છે કે ફેક.

પરીક્ષા શરૂ થયાની દસ મિનિટ બાદ પેપર વાયરલ થયું

પરીક્ષા શરૂ થયાની દસ મિનિટ બાદ પેપર વાયરલ થયું

મુઝફ્ફરપુરમાં પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ બાદ સવારે 9:40 કલાકે પ્રશ્નપત્ર વાયરલ થયું હોવાનું કહેવાય છે. ઇન્ટર ફર્સ્ટ શિફ્ટની પરીક્ષાસવારે 9:30 કલાકે શરૂ થઈ હતી.

આવા સમયે, મોતિહારીમાં પરીક્ષા શરૂ થાય, તે પહેલા જ પ્રશ્નપત્ર વાયરલ થવાનો મામલો પણ સામેઆવી ગયો છે.

BDOએ કહ્યું - તપાસ થઈ રહી છે

BDOએ કહ્યું - તપાસ થઈ રહી છે

મોતિહારીમાં પરીક્ષા કેન્દ્રની બહાર પણ પરીક્ષાર્થીઓ વાયરલ થયેલા પ્રશ્નપત્રને નિહાળતા જોવા મળ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું તોવિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પ્રશ્ન વાયરલ થયા છે, પરંતુ તે સાચું છે કે ખોટું તે કહેવું મુશ્કેલ છે. પરીક્ષા કેન્દ્રની અંદર ગયા બાદ જ નિર્ણય લેવામાં આવશે.

જિલ્લા શિક્ષણ અધિકારી સંજય કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ કંઈક કહી શકાશે.

English summary
Bihar Paper Leak : BSEB 12th exam paper leak in Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X