અકસ્માતનો ભોગ બન્યા લાલૂ, માથામાં ઇજા પહોચતાં હોસ્પિટલમાં દાખલ

જો કે રાઘોપુર દિયારા જતી વખતે કચ્ચી દરગાહ પીપા પુલ નજીક અચાનક તેમની ગાડીનો કાચ તૂટી ગયો હતો. કારનો કાચ તૂટવાથી તેમના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતા, જ્યાં તેમના માથામાં ટાંકા લગાવવામાં આવ્યા હતા.
દુર્ઘટનાના સમાચાર મળતાં લાલૂ પ્રસાદ યાદવનો પુત્ર તેજ પ્રતાપ યાદવ, તેજસ્વી યાદવ, ગુલામ ગૌસ સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમના કાફલામાં સામે રાજદના પ્રદેશ મહાસચિવ શક્તિ યાદવે જણાવ્યું હતું કે રાઘોપુર જતા સમયે અચાનક અકસ્માત સર્જાયો હતો. ગાડીનો કાચ તૂટ્યો હતો અને જે તેમના માથામાં વાગતાં લોહી વહેવા લાગ્યું હતું. પાર્ટી અધ્યક્ષને ઇજા પહોંચી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં મોટી સંખ્યામાં સમર્થકો આવી ચડ્યાં હતા.












Click it and Unblock the Notifications
