For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ વીજળી પડવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત

બિહારઃ વીજળી પડવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત

|
Google Oneindia Gujarati News

પૂર્ણિયાઃ બિહારના પૂર્ણિયામાં આકાશીય વીજળી પડતાં એક પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ઘટનાને પગલે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયાં છે. જણાવવામાં આવી રહ્યુ છે કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જણાવી દઇએ કે રવિવારે સવારથી જ ઉત્તરી બિહારના કેટલાય વિસ્તારોમાં વરસાદની સાથોસાથ વીજળી પડવાનું અલર્ટ પણ જાહેર કરાયું છે. રાજ્યના 11 જિલ્લા માટે અલર્ટ જાહેર થયું છે. બિહારમાં આગલા 72 કલાક દરમિયાન કેટલાય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.

lightning

વીજળી પડતાં એક જ પરિવારના 3 લોકોના મોત

ઘટના પૂર્ણિયાના ધમદાહા પોલીસ સ્ટેશનના સિંઘાડાપટ્ટી ગામની જણાવવામાં આવી રહી છે. જાણકારી મુજબ કૈલાશ મંડળ તેમના પુત્ર દિલખુશ કુમાર અને વહુ નિભા દેવી ઘરમાં જ હતાં. તેજ વરસાદ દરમિયાન આકાશીય વીજળી પડતાં ત્રણેય લોકોના મોત થયાં છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી આખા ગામમાં માતમ છવાયો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ બાદ પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે. રવિવારે હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે કે બિહારમાં આગલા 72 કલાક દરમિયાન કેટલાય વિસ્તારોમાં વરસાદ અને વીજળી પડી શકે છે.

11 જિલ્લામા ભારે વરસાદનું અલર્ટ

ઉત્તર બિહાર અને નેપાળથી નજીક 11 જિલ્લામાં વરસાદ અને વીજળીનું અલર્ટ જાહેર કરાયું છે. નેપાળના તરાઇ ક્ષેત્ર અને ઉત્તર- પૂર્વી બિહારના જિલ્લા સુપૌલ, અરરિયા, સહરસા, મધુબની, પૂર્ણિયા, કિશનગંજ, મધેપુરા, સીતામઢી, દરભગા, સમસ્તીપુર અને કટિહારમાં મૂશળધાર વરસાદની સાથે જ આકાશીય વિજળી પડવાની સંભાવના જતાવી છે. હવામાન વિભાગે લોકોને વરસાદ અને વીજળીને લઇ સાવધાની અને સુરક્ષા વરતવાની અપીલ કરી છે. હવામાન વિભાગે લોકોને વરસાદથી બચવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ઇન્દ્ર વજ્ર મોબાઇલ એપની મદદ લેવાની અપીલ કરી છે.

ચોમાસાએ પહેલીવાર દિલ્હીમાં તબાહી મચાવી, જોતજોતામાં ઝૂંપડીઓ તણાઇ ગઇ, આપ સરકારે સફાઇ આપીચોમાસાએ પહેલીવાર દિલ્હીમાં તબાહી મચાવી, જોતજોતામાં ઝૂંપડીઓ તણાઇ ગઇ, આપ સરકારે સફાઇ આપી

English summary
Bihar: Three members of a family were killed in a lightning strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X