Bihar Election 2025 Schedule : બિહારમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશો, જાણો પરિણામ ક્યારે?
Bihar Election 2025 Schedule : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. રાજ્યમાં આ વખતે બે તબક્કામાં મતદાન યોજાશે.
ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ અનુસાર, પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરના રોજ અને બીજો તબક્કો 11 નવેમ્બરના રોજ યોજાશે. ચૂંટણીના પરિણામો 14 નવેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલો સંપૂર્ણ ચૂંટણી કાર્યક્રમ
ચૂંટણીનો પ્રથમ તબક્કો 6 નવેમ્બર 2025 (ગુરુવાર) ના રોજ 121 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાશે, જ્યારે બીજો તબક્કો 11 નવેમ્બર, 2025 (મંગળવાર) ના રોજ 122 વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે.
ચૂંટણીની પ્રક્રિયા પ્રથમ તબક્કા માટે 10 ઓક્ટોબર અને બીજા તબક્કા માટે 13 ઓક્ટોબરના રોજ ગેઝેટ નોટિફિકેશન સાથે શરૂ થશે. ઉમેદવારો નામાંકન પ્રથમ તબક્કામાં 17 ઓક્ટોબર અને બીજા તબક્કામાં 20 ઓક્ટોબર સુધી ભરી શકશે.
નામાંકન પત્રોની ચકાસણી અનુક્રમે 18 ઓક્ટોબર અને 21 ઓક્ટોબરના રોજ થશે. ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખો પ્રથમ તબક્કા માટે 20 ઓક્ટોબર અને બીજા તબક્કા માટે 23 ઓક્ટોબર નક્કી કરાઈ
બન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી 14 નવેમ્બર 2025 (શુક્રવાર) ના રોજ થશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 16 નવેમ્બર 2025 પહેલા પૂર્ણ થઈ જશે.












Click it and Unblock the Notifications
