Bihar Election 2025 : બિહારમાં પ્રથમ તબક્કામાં 11 વાગ્યા સુધીમાં 27.65 ટકા મતદાન
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025નો પ્રથમ તબક્કો આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયો છે અને 18 જિલ્લાઓની કુલ 121 બેઠકો પર જોરશોરથી મતદાન ચાલી રહ્યું છે.
આ મતદાનમાં કુલ 1314 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, સવારે 11 વાગ્યા સુધીમાં આ 18 જિલ્લાઓમાં સરેરાશ ૨૭.૬૫ ટકા જેટલું મતદાન નોંધાયું છે.

આ ચૂંટણીમાં તમામની નજર ખાસ કરીને તે સંવેદનશીલ વિસ્તારો પર ટકેલી છે, જ્યાં છેલ્લા દિવસોમાં હિંસા અને છૂટીછવાઈ ઘટનાઓ જોવા મળી હતી.
ચૂંટણી પંચ શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે આ વિસ્તારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા જાળવી રહ્યું છે. આ દરમિયાન એક મહત્ત્વપૂર્ણ ઘટનામાં, કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી એક સ્થાનિક મંત્રીના ચાર સમર્થકોને હિરાસતમાં લેવામાં આવ્યા હોવાના અહેવાલો છે, જેનાથી રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.
જણાવી દઈએ કે, બિહારમાં બે તબક્કામાં મતદાન યોજાઈ રહ્યું છે. જેમાંથી આજે મતદાનનો પહેલો તબક્કો છે. પહેલા તબક્કામાં 121 સીટો પર મતદાન થઈ રહ્યું છે.
રાજ્યમાં બીજા તબક્કામાં માટે 11 નવેમ્બરે મતદાન થશે અને 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે. રાજ્યમાં મુખ્યત્વે મહાગઠબંધન અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર છે.












Click it and Unblock the Notifications
