For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે યોજાનારી વિપક્ષની બેઠકથી વધુ એક મોટો પક્ષ કરી શકે છે અંતર

રાષ્ટ્રપતિ ચૂંટણીને જોતા વિપક્ષ એકતા બનાવવાની કોશિશમાં લાગી ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રપતિ ચૂંટણીને જોતા વિપક્ષ એકતા બનાવવાની કોશિશમાં લાગી ગયુ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 15 જૂને વિપક્ષી દળના નેતાઓની એક બેઠક બોલાવી છે. આજે થનારી આ બેઠકમાં બીજૂ જનતા દળ અંતર કરી શકે છે. 18 જુલાઈએ યોજનાર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે દિલ્લીમાં થનારી બેઠક ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. બીજેડી ઉપરાંત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડી પણ આ બેઠકથી દૂર રહી શકે છે. સૂત્રો મુજબ બંને નેતા વિપક્ષની બેઠકથી દૂર રહી શકે છે. મમતા બેનર્જીએ 22 મહત્વના વિપક્ષી દળોની આજે દિલ્લીમાં બેઠક બોલાવી છે.

mamata banerjee

ટીઆરએસ પણ જાળવી શકે છે અંતર

સૂત્રોની માનીએ તો તેલંગાના રાષ્ટ્ર સમિતિના વડા અને તેલંગાનાના મુખ્યમંત્રી કેસીઆર પણ આ બેઠકથી દૂર રહી શકે છે. તેમને વિપક્ષની બેઠકમાં ભાગ લેવા માટે મમતા બેનર્જી દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. બીજેડીના લોકસભા સાંસદ પિંકી મિશ્રાએ કહ્યુ કે તેમને આ બેઠક માટે નેતૃત્વ તરફથી કોઈ નિર્દેશ મળ્યા નથી. બીજા ઘણા સાંસદોએ પણ આ જ મુદ્દાને આગળ વધાર્યો છે.

બીજેડી પર નજર

બીજેડીના એક સૂત્રના જણાવ્યા મુજબ પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસથી સમાન અંતર રાખ્યુ છે અને ભવિષ્યમાં પણ આમ જ કરવાનુ ચાલુ રાખશે. બીજેડીના વરિષ્ઠ નેતાએ કહ્યુ કે જ્યાં સુધી રાષ્ટ્રપતિની ચૂંટણીનો સવાલ છે ત્યાં સુધી અમારી પાર્ટીના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નવીન પટનાયક યોગ્ય સમયે તેનો નિર્ણય લેશે. મુખ્યમંત્રી પહેલેથી જ કહી ચૂક્યા છે કે બીજેડીનુ સમર્થન ઉમેદવારની પસંદગી પર નિર્ભર રહેશે જે હજુ થવાનુ છે. આખરે શા માટે આપણે કોઈ જૂથનો ભાગ બનવુ જોઈએ?

વોટનુ ગણિત

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીજેડીની ભૂમિકા ઘણી મહત્વની રહેવાની છે. નવીન પટનાયકની પાર્ટીના લોકસભામાં 12 સાંસદો, રાજ્યસભામાં 9 સાંસદો અને ઓરિસ્સા વિધાનસભામાં 114 સાંસદો છે. જ્યારે જગન મોહન રેડ્ડીની પાર્ટી YSRCPK પાસે લોકસભામાં 22 બેઠકો, રાજ્યસભામાં 9 બેઠકો, વિધાનસભામાં 151 બેઠકો છે. ચૂંટણી મતની વાત કરીએ તો NDAને 13 હજાર વધારાના મતોની જરૂર પડશે જેથી કરીને તે તેના ઉમેદવારને રાષ્ટ્રપતિ પદ માટે આગળ વધારી શકે. આ માટે તેને બીજેડી અથવા વાયએસઆરસીપીના સમર્થનની જરૂર પડશે. BJD પાસે 31686 વોટ છે અને YSRCP પાસે 43450 ઈલેક્ટોરલ વોટ છે.

English summary
BJD likely to miss opposition meet called by Mamata Banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X