કેજરીવાલના વળતા પાણી, ભાજપ-કોંગ્રેસનું કમબેક

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 માર્ચઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એબીપી ન્યૂઝ અને નીલસનના ઓપિનિયન પોલમાં અનેક ચોંકાવનારા આંકડા જોવા મળ્યા છે. દિલ્હીમાં 10 એપ્રિલે થનારી લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વેમાં માત્ર 2 મહિનાની અંદર દિલ્હીમાં આપની સંભવિત ગયા સર્વેની 6 બેઠકો ઘટીને અડધી થઇ ગઇ છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે.

narendra-modi-kejriwal-delhi-poll
સર્વે અનુસાર, દિલ્હીમાં કોંગ્રેસની લોકપ્રિયતામાં જોરદાર વધારો થયો છે, પરંતુ તેનાથી પાર્ટીને કોઇ ખાસ ફાયદો થતો જોવા મળી રહ્યો નથી. બીજી તરફ ભાજપના વોટ શેરમાં થોડોક વધારો થયો છે અને તેના કારણે ગયા સર્વેની સરખામણીએ ભાજપને ત્રણ બેઠકો મળશે તેમ જણાઇ રહ્યું છે. એબીપી ન્યૂઝ અને નીલસનના ઓપિનિયન પોલ અનુસાર, ‘આપ'ની લોકપ્રિયતા ઘણી ઘટી છે, પરંતુ પાર્ટી હજુ પણ 34 ટકા સાથે વોટ શેરના મામલે ટોપ પર છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, ‘આપ'ના વોટ શેર ઘટવાથી ભાજપને નહીં પરંતુ કોંગ્રેસને ફાયદો થઇ રહ્યો છે.

દિલ્હીની સાત બેઠકો પર માર્ચ મહિનામાં કરવામાં આવેલા સર્વે અનુસાર, આમ આદમી પાર્ટીના વોટ શેર સૌથી વધારે 34 ટકા, ભાજપના વોટ શેર 32 ટકા અને કોંગ્રેસના વોટ શેર 28 ટકા છે. સર્વેમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે જાન્યુઆરી(9 ટકા)ની સરખામણીએ કોંગ્રેસના વોટ શેરમાં 19 ટકાનો વધારો થયો છે. તી બીજી તરફ ભાજપને માત્ર 3 ટકાનો ફાયદો થયો છે.

સર્વે અનુસાર, દિલ્હીમાં આપની લોકપ્રિયતામાં ભારે ઘટાડો થયો છે. જાન્યુઆરી(55 ટકા)ની સરખામણીએ આપના વોટ શેરમાં 19 ટકાનો ઘટાડો થયો છે, આ સાથે જ પાર્ટીને જાન્યુઆરી(6)ની સરખામણીએ માર્ચમાં માત્ર 3 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. આમ આદમી પાર્ટીના ઘટતા વોટ શેરથી જ્યાં કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે, ત્યાં આપના હાથમાંથી સરકી રહેલી બેઠકો ભાજપના ખાતામાં જતી જોવા મળી રહી છે. જાન્યુઆરી(1)ની સરખામણીએ માર્ચમાં ભાજપની બેઠકો(3) ટકા થઇ ગઇ છે.

English summary
The latest Opinion Poll conducted by ABP News & Nielsen has predicted that Aam Aadmi Party and BJP would bag three seats each out of 7 Lok Sabha constituencies in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X