ગોવામાં પ્લે બોય ક્લબ ખોલવા સામે ભાજપનો વિરોધ

playboy
પણજી, 11 એપ્રિલ : ગોવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. વર્તમાન સમયમાં ગોવામાં એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે પાર્ટીએ પોતાની જ સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતમાં કોઇ વિપક્ષ નહીં પણ પ્રદેશ ભાજપ તરફથી જ નિવેદન આપવામાં આવ્યું છે. ગોવાની સરકારના પ્લેબોય ક્લબને મંજૂરી આપવાના વિરોધમાં ભાજપ આગેવાની લેશે.

ગોવા પ્રદેશ ભાજપે પ્લેબોય ક્લબને દરેક રીતે ગોવાની સંસ્કૃતિની વિરુદ્ધ ગણાવીને પોતાની પાર્ટીને આગ્રહ કર્યો છે કે આવી ક્લબ્સ ના ખોલવામાં આવે. પણજીમાં મીડિયા સાથેની વાતચીતમાં ગોવા પ્રદેશ ભાજપના અધ્યક્ષ વિનય તેંડુલકરે જણાવ્યું કે અમે ગોવાની સંસ્કૃતિને જાળવી રાખવા માંગીએ છીએ.

તેમણે જણાવ્યું કે પ્લેબોયના સંદર્ભમાં અમારી પાસે જે પણ માહિતી છે તેના આધારે કહીએ છીએ કે તે અમારી સંસ્કૃતિને અનુરૂપ નથી. આથી જો આવા ક્લબ ગોવામાં ખોલવામાં આવ્યા તો ગોવાની સાથે સમગ્ર દેશમાં સંસ્કૃતિનું અહિત કર્યું ગણાશે.

ગોવાના પાટનગર પણજીથી 20 કિલોમીટર દૂર સમુદ્ર કિનારે આવેલા ગામ કંડોલિમમાં પ્લેબોયની પ્રસ્તાવિત ક્લબ ફ્રેન્ચાઇઝી ખૂલવા બાબતે સમગ્ર સ્થિતિ સર્જાઇ છે. આ મુદ્દે સરકાર સમાધાન કરવાના પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા પણ પ્લેબોય ક્લબ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X