For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટો ખુલાસો! ભાજપની જાસૂસી કરાવી રહ્યુ છે અમેરિકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જુલાઇ: અમેરિકાએ પોતાની ગુપ્તચર એજન્સીને ભાજપની જાસૂસી કરવાનો અધિકાર આપી દીધો છે. અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સીને એ અધિકાર આપવામાં આવ્યો છે. આ જાણકારી એનએસએના પૂર્વ કોન્ટ્રેક્ટર અને હવે વ્હિસલબ્લોઅર બની ચૂકેલા એડવર્ડ સ્નોડેને આપી છે. અમેરિકામાં બીજા દેશોની છ રાજનૈતિક પાર્ટીઓની એક સૂચિ બનાવવામાં આવી છે. આ પાર્ટીઓ પર નજર રાખવા માટે એનએસએને આધિકારિક પરવાનગી આપવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીનો પણ તેમાં સમાવેશ થાય છે. વોશિંગ્ટન પોસ્ટ દ્વારા સ્નોડેને આપેલી જાણકારી સોમવારે સાર્વજનિક કરવામાં આવી છે, તેના જણાવ્યા અનુસાર અમેરિકાના વિવાદાસ્પદ ફોરેન ઇંટેલિજેન્સ સર્વિલાંસ એક્ટ અંતર્ગત 2010માં એનએસએ જાસૂસીનો અધિકાર આપ્યો છે.

તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે એનએસએને જે લિસ્ટ સોંપવામાં આવી છે, તેમાં માત્ર છ રાજનૈતિક પાર્ટીઓના નામ છે જોકે એ ઉપરાંત ભારત સહિત 193 દેશોની સરકારોના પણ નામ છે. દસ્તાવેજથી આ ખુલાસો થયો છે કે અમેરિકન કોર્ટે એનએસએને વર્લ્ડ બેંક, યૂએન, ઓપીઇસી અને યૂરોપીયન યૂનિયનના ઇંટરનેટ અને ફોન લાઇન ટેપ કરવાની મંજૂરી આપી દીધી છે.

સ્નોડેનના આ ખુલાસા પર ભાજપનું કહેવું છે કે જો સ્નોડેનની વાત સાચી છે તો તે ખૂબ જ ગંભીર મામલો છે. ભાજપ નેતા રાજી પ્રતાપ રૂડીએ પણ જણાવ્યું છે કે જો આ સત્ય છે તો ભારત સરકાર આ મુદ્દે અમેરિકા સાથે વાત કરશે.

અમેરિકાએ શા માટે કરાવી પડી રહી છે જાસૂસી...

શું અમેરિકાને મોદીથી ભય છે

શું અમેરિકાને મોદીથી ભય છે

નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર લોકસભામાં ભારે બહુમતી સાથે સત્તામાં આવી છે શું અમેરિકાને મોદીથી ભય છે, જે રીતે કોંગ્રેસ સરકાર તેમની કહેવામાં હતી તેમ મોદી સરકાર નહી રહે.

મોદીની અન્ય દેશોની સાથે મિત્રતા

મોદીની અન્ય દેશોની સાથે મિત્રતા

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેઓ અન્ય દેશોની યાત્રા કરી રહ્યા છે. અને ભૂતાન, નેપાળ, રશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ અહીં સુધી પાકિસ્તાન સાથે પણ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. તેનાથી અમેરિકા પોતાને ઇનસિક્યોર ફીલ કરે છે?

ભારત સરકારની પણ જાસૂસી

ભારત સરકારની પણ જાસૂસી

એનએસએને જે લિસ્ટ સોંપવામાં આવી છે, તેમાં માત્ર છ રાજનૈતિક પાર્ટીઓના નામ છે જોકે એ ઉપરાંત ભારત સહિત 193 દેશોની સરકારોના પણ નામ છે. દસ્તાવેજથી આ ખુલાસો થયો છે કે અમેરિકન કોર્ટે એનએસએને વર્લ્ડ બેંક, યૂએન, ઓપીઇસી અને યૂરોપીયન યૂનિયનના ઇંટરનેટ અને ફોન લાઇન ટેપ કરવાની મંજૂરી આપી દીધી છે.

ખૂબ જ ગંભીર મામલો છે

ખૂબ જ ગંભીર મામલો છે

ભાજપ નેતા રાજી પ્રતાપ રૂડીએ પણ જણાવ્યું છે કે જો આ સત્ય છે તો ભારત સરકાર આ મુદ્દે અમેરિકા સાથે વાત કરશે.

English summary
India’s ruling Bharatiya Janata Party was included in a top secret list of six non U.S.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X